Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

GSTને લીધે ભારતમાં ટેક્સ ખૂબજ ઓછો થયો છેઃ Narendra Modi

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બજેટ પછી યોજાનાર વેબિનારને સંબોધિત કર્યું હતું અને નાણાકીય ક્ષેત્રે ભારતની પ્રગતિ વિશે મોટી વાતો કરી હતી. નાણાકીય સમાવેશથી લઈને દેશના બેન્કિંગ ક્ષેત્ર અને આર્ત્મનિભર ભારતની વાત કરવામાં આવી હતી. જીએસટીને કારણે, ભારતમાં ટેક્સ ઘણો ઓછો થયો છે, જેનો સીધો જ લાભ નાગરિકોને મળ્યો છે.

Due to GST taxes in India have come down a lot: Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ચમકતો તારો કહેવામાં આવી રહ્યો છે અને દેશ G20 ના પ્રમુખપદની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એફડીઆઈપ્રાપ્ત થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ અર્થવ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું હતું કે, Rupay અને UPIએ ફક્ત ટેકનોલોજી જ નથી, તેણે વિશ્વમાં આપણી ઓળખ ઉભી કરી છે.

ભારત આર્થિક અનુશાસન, પારદર્શિતા અને સર્વસમાવેશક અભિગમ તરફ આગળ વધી રહ્યું છે, તેથી આપણે એક મોટો બદલાવ પણ જાેઈ રહ્યા છીએ. આપણે વિવિધ ભૌગોલિક વિસ્તારો અને આર્થિક ક્ષેત્રોની પ્રગતિ માટે કાર્યરત ખાનગી ક્ષેત્રને પણ મહત્તમ સમર્થન આપવું પડશે. એક સમયે આ વાત સર્વત્ર પ્રચલિત હતી કે ભારતમાં ટેક્સનો દર કેટલો ઊંચો છે, પરંતુ આજે ભારતમાં સ્થિતિ બદલાય ગયેલી જાેવા મળે છે.

બેંકિંગ સિસ્ટમ અંગે પીએમ મોદીએ કહ્યું કે, ભારતની બેંકિંગ સિસ્ટમનો લાભ શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવો જાેઈએ. આ સરકારની નીતિઓની અસર છે કે નાણાકીય સમાવેશની પહેલનો લાભ કરોડો લોકો સુધી પહોંચ્યો છે અને તેઓ પરંપરાગત આર્થિક વ્યવસ્થા સાથે જાેડાયેલા છે. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ‘વોકલ ફોર લોકલ’ અને આર્ત્મનિભરતા મિશન માટે અભૂતપૂર્વ ઉત્સાહ જાેઈ રહ્યા છીએ. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers