Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

UGVCLને CBIPનો બેસ્ટ પરફોર્મિંગ ડિસ્કોમ એવોર્ડ એનાયત

(માહિતી) ગાંધીનગર, તા. ૦૩.૦૩.૨૦૨૩ના રોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર (સી.બી.આઈ.પી.), નવી દિલ્હી દ્વારા બેસ્ટ પરફોર્મિંગ પાવર ડિસ્ટ્રીબ્યુશન યુટીલીટીનો CBIP એવોર્ડ – ૨૦૨૨ એનાયત થયેલ છે. UGVCL awarded CBIP’s Best Performing Discom Award

સી.બી.આઈ.પી. દિવસની ઉજવણી ૨૦૨૩ અંતર્ગત સ્કોપ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી ખાતે યોજાયેલ ભવ્ય સમારંભમાં ભારત સરકારના માનનીય કેબીનેટ મંત્રી શ્રી આર.કે. સિંઘ, (પાવર શ્ એન.આર.ઈ.) દ્વારા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રભવ જાેશી (આઈ.એ.એસ.), મુખ્ય ઈજનેર (ઓપી.) શ્રી વી.એમ. શ્રોફને આ એવોર્ડ આપવામાં આવેલ.

આ પ્રસંગે શ્રી ઘનશ્યામ પ્રસાદ, ચેરમેન સી.ઈ.એ, શ્રી એ.કે. દીનકર, સેક્રેટરી સી.બી.આઈ.પી. અને એ.કે. બજાજે મંચસ્થ મહાનુભાવો તરીકે ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.

કંપનીના છેલ્લા ત્રણ વર્ષના મુખ્ય પેરામીટર્સના આધારે પાવર સેક્ટરના નિષ્ણાંત ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો દ્વારા ઉપરોક્ત એવોર્ડ માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ વીજ વિતરણ (Best Performing Power Distribution Utility) કંપની તરીકે એવોર્ડ માટે પસંદગી પામેલ છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બિઝનેસ ડેવલોપમેન્ટ એન્ડ માર્કેટીંગ વિંગ તેમજ કન્ઝ્‌યુમર ગ્રીવન્સ મોનીટરી સેલ જેવા નવીનતમ અભિગમોએ કંપનીને ગ્રાહક કેન્દ્રી અને બેસ્ટ પેર્ફોર્મિંગ વીજ વિતરણ કંપની તરીકેની પ્રતિષ્ઠા અપાવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers