Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં બરૂમાળ ડેરી ખાતે જિલ્લા કક્ષાના ડીજીટલ મેળા અને ઇંગ્લિશ ફેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન, જીછઁ અને અમુલ ડેરી સાથે મળી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલોમાં બાળકોને ડીજીટલ લિટરસી અને ઇંગ્લિશના વર્ગો ચલાવી નવી શિક્ષણ નીતિના હ્લન્દ્ગ કૌશલ્યો સંદર્ભે મહત્વપૂર્ણ કરી કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રથમ ફાઉન્ડેશન વતી રાજ્યકક્ષાના કંપ્યૂટરના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર મુકેશ થારુકા અને ઇંગ્લિશના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર જાનકીબા જાડેજા,તાલુકા કો-ઓર્ડિનેટર રાશીદા વોહરા અને કિંજલ પટેલ અમૂલના ર્ઁંઝ્ર મિતેશ બારોટ અને અલગ અલગ શાળામાં કામ કરતાં સંચારકો હાજર રહ્યા હતા.

વસુધારા ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર એન.બી.વશીના અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજના થયું હતું. જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ,બીટ નિરીક્ષકશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ પ્રતિનિધિ, શિક્ષક જ્યોત મેગેઝીનના સંપાદક મંડળના પ્રતિનિધિશ્રી પસંદ કરાયેલી કૃતિઓ સાથે ૧૦ શાળાના ૬૦ જેટલા બાળકો, આચાર્યો, શિક્ષકો અને વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી હતી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,

દીપ પ્રાગટ્ય એન.બી.વશીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન મિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન સાથે એમના સહયોગી સંસ્થાઓની પ્રવૃત્તિઓની ઉપસ્થિત આચાર્યોએ સરાહના કરતાં બીજી શાળાઓ સુધી પ્રોજેક્ટનો વિસ્તાર થાય એવી લાગણીઓ રજૂ કરી હતી. આભારવિધિ મુકેશ થારુકાએ કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers