Western Times News

Gujarati News

Ahmedabad: મીઠાખળી પાસે ૭માં માળે લાગી ભીષણ આગ

અમદાવાદ, રાજ્યમાં વધુ એકવાર આગની ઘટના સામે આવી છે. અમદાવાદના મીઠાખળી પાસે આગ લાગી છે. આદિત્ય કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. કોમ્પલેક્ષમાં આઠમાં માળે આગ લાગી હોવાની વિગતો છે. અમદાવાદાના મીઠાખળી પાસે આદિત્ય કોમ્પલેક્ષમાં આગ લાગી છે.

કોમ્પલેક્ષના ૭માં માળે આવેલી ઓફિસમાં આગ લાગી છે. જે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ૧૩ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. કોઈ જાન હાનીની ખબર નથી તેમજ મોટા પાયે માલ સામાન બળીને ખાખ થયાની ચર્ચાઓ છે. Ahmedabad: A massive fire broke out on the 7th floor near Mithakhali

આદિત્ય કોમ્પેલેક્ષમાં લાગેલી આગ લાગી હોવાની માહિતી મળતા ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જયાં ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. જાેકે હજી સુધી આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું. આદિત્ય બિલ્ડિંગમાં બિલ્ડીંગના આગ લાગતા પાંચથી સાત માળ સુધી ધુમાડા ગોટે ગોટા જાેવા મળ્યા હતાં.

પાપ્ત વિગતો મુજબ લગભગ ૩૦૦ લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સલામત જગ્યા ખસેડ્યા છે. તેમજ બેથી ચાર જણને ગુગળામણને કારણે શ્વાસની તકલીફ થઈ હોવાથી તેમને હોસ્પિટલ ખસેડાયા છે.

કોઈ જાનહાનિની વિગતો નથી થોડા દિવસ અગાઉ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગની ઘટના સામે બની હતી. સવારના સમયે ૪ઃ૩૦ વાગ્યે ન્યૂ એચ કોલોનીના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. જેમાં ઘરમાં રહેલા પતિ-પત્ની અને બાળકનું મોત થયું હતુ. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. એક જ પરિવારના ત્રણ લોકો એટલે કે, પતિ-પત્ની અને બાળક આગની ઘટનામાં જીવતા હોમાઈ જતાં ચકચાર મચી ગઈ હતી. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.