Western Times News

Gujarati News

USAમાં હાહાકાર મચાવનારા XBB1.5 કોવિડ વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી

એક્સબીબી વેરિયન્ટ એ ઓમિક્રોનના બીએ.૨.૧૦ અને બીએ.૨.૭૫નો પેટા વેરિયન્ટનું રિકોમ્બિનન્ટ છે

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોવિડ મહામારીથી રાહત જાેવા મળી રહી છે. લોકો રોજિંદા જીવનમાં પહેલાની જેમ યોગ્ય રીતે અનુકુળ થઈ રહ્યા છે. જાેકે આ વચ્ચે યુએસમાં અત્યારે કોવિડના એક્સબીબી.૧.૫ સબ-વેરિયન્ટે હાહાકાર મચાવી દીધો છે. ત્યાં નવા નોંધાયેલા ૯૦ ટકા કેસો આનાથી ચેપગ્રસ્ત છે.

હવે આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ સબ વેરિયન્ટના જિનોમસિક્વસિંગ ગુજરાત રાજ્યમાં પણ મળી આવ્યા છે. આ પ્રમાણેનો નવો વેરિયન્ટ હવે રાજ્યમાં માથુ ઉંચકી રહ્યો છે એ જાણીને ફરી એકવાર સાવચેત થઈ જવાની જરૂર વર્તાઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

કોરોના મહામારીથી સંપૂર્ણપણે હજુ સુધી લોકોને રાહત મળી નથી. ગુજરાત રાજ્યમાં પણ સમયાંતરે કોવિડ પોઝિટિવ કેસ નોંધાતા શરૂ થતા રહેતા હોય છે. તેવામાં ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે છેલ્લા ૫૦ પુષ્ટિ થયેલા કોવિડ કેસોના જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવતા જાણવા મળ્યું કે ૭૪ ટકા સેમ્પલમાં ઠમ્મ્.૧.૫ના કેસ જાેવા મળ્યા હતા. તેમાંથી ૨૦ કેસ એક્સબીબી.૧.૫, એક્સબીબી.૧ના ૧૪ અને બીબી.૯ના ૩ કેસ હતા.

ગુજરાત રાજ્યામાં એક્સબીબી.૧.૫ કોવિડ વેરિયન્ટના કેસો અમદાવાદ, વડોદરા, સુરત અને કચ્છમાં જાેવા મળ્યા હતા. ડેટાના આધારે અહીં સૌથી વધારે લોકો સંક્રમિત થતા નજરે પડી રહ્યા છે. મીડિયા અહેવાલો પ્રમાણે આઈએનએસએસીઓજીએ જણાવ્યું છે કે આ નવો વેરિયન્ટ અત્યારે દેશના ૧૧ રાજ્યોમાં જાેવા મળ્યો છે. એટલું જ નહીં આ વેરિયન્ટનો ચેપ પણ ઝડપથી પ્રસરી રહ્યો છે.

એક્સબીબીએ ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે. મીડિયા અહેવાલો પ્રમાણે કોવિડના કેસો જ્યારે વધી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં આના ચેપ વધારે લાગી રહ્યા હતા. ઓમિક્રોનના કેસ સમયે પણ અહીં એક્સબીબી કે જે સબ વેરિયન્ટ છે તેના ૩૦થી વધારે ટકા કેસ નોંધાતા હતા. એક્સબીબી.૧ કેસો ૩૫ ટકા, એક્સબીબી.૫ કેસો ૧૩ ટકા અને એક્સબીબી.૧ ૧૦ ટકા કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં એકબાજુ જાેવાજઈએ તો છેલ્લા ઘણા સમય પછી કોવિડ કેસોમાં થોડો ઉછાળો જાેવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીની વાત કરીએ તો ૯મી તારીખે અહીં સૌથી ઓછા ૪ કોવિડ કેસ નોંધાયા હતા. ત્યારે અચાનક જ થોડા સમયમાં આમાં વધારો નોંધાઈ રહ્યો છે.

સોમવારે એક્ટિવ કેસ ૮૧ને પાર પહોંચી ગયા છે. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી કોવિડ કેસોમાં વધારો થતો જાેવા મળી રહ્યો છે. વળી લાંબા સમય પછી વેન્ટિલેટર પર કોરોના પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ લાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે શહેરના નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું છે કે અત્યારથી જ આ વેરિયન્ટ વિશે નિવેદન આપવું અયોગ્ય કહેવાશે.

હજુ સમય પસાર થશે એમ આ વેરિયન્ટની લોકો પર કેવી અસર થશે એ જાેવા મળશે. જીસીએસ મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર અને હેડ ડો. ઉર્વિશ શાહે કહ્યું હતું કે એક્સબીબી વેરિયન્ટ એ ઓમિક્રોનના બીએ.૨.૧૦ અને બીએ.૨.૭૫નો પેટા વેરિયન્ટનું રિકોમ્બિનન્ટ છે.

આ બંનેના સ્ટ્રેન ગુજરાતમાં અગાઉ આવી ચૂક્યા છે. જેથી ગુજરાતીઓની ઈમ્યુન સિસ્ટમ તથા રોગપ્રતિકારક શક્તિ આ વેરિયન્ટ સામે કેવી રીતે વર્તશે એ સમય જ બતાવી શકશે. કોવિડ ફરીએકવાર રાજ્યમાં માથુ ઉંચકી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદમાં સોમવારે ૪૦ એક્ટિવ કેસ નોંધાયા હતા.

જ્યારે વડોદરામાં ૯, રાજકોટમાં ૭, અમરેલીમાં ૩, સુરતમાં ૨, મહેસાણા ૨, ગાંધીનગર ૨, ભાવનગરમાં ૨ એક્ટિવ કેસ છે. નોંધનીય છે કે આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં એક્ટિવ કેસ અન્ય જિલ્લાઓની તુલનામાં વધારે છે. ડેટા પર નજર કરીએ તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી માર્ચના પહેલા સપ્તાહ વચ્ચે કોવિડ કેસોમાં નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો છે.

મીડિયા અહેવાલો પ્રમાણે તથા નિષ્ણાંતોના સૂચનો મુજબ આ કોવિડનો વેરિયન્ટ પહેલા જેટલો ઘાતક જાેવા મળી રહ્યો નથી. પરંતુ આનો ચેપ અન્ય વેરિયન્ટની તુલનામાં ઝડપથી ફેલાઈ શકે એવા દાવા નિષ્ણાંતો કરી રહ્યા છે. જાેકે ગુજરાતમાં સ્થાનિકોના એન્ટિબોડિઝ તથા અગાઉ જે વેરિયન્ટ સામે રોગપ્રતિકારક શક્તિ બની છે

એ નવા વેરિયન્ટ સામે લડવામાં કેટલી સક્ષમ છે એ પણ જાેવાજેવું રહેશે. નિષ્ણાંતોએ જણાવ્યું છે કે હવે પછીની સ્થિતિ લોકોની રોગપ્રતિકારક શક્તિ તથા આ વેરિયન્ટના પેટા પ્રકારો કેવી રીતે વર્તશે તેના પરથી જ સ્પષ્ટ થઈ શકે છે. નિષ્ણાંતોએ પોતાનો મત રજૂ કરતા મીડિયાને જણાવ્યું છે કે

અત્યારે લગભગ ૧૦૦ ટકા રાજ્યની વસતિએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ તો લઈ લીધો હશે. જેને લઈને નવો વેરિયન્ટ અગાઉની જેમ ગંભીર સ્થિતિ ઉત્પન્ન નહીં કરી શકે. વળી જેમને તાજેતરમાં જ ચેપ લાગ્યો હશે તેમના શરીરમાં પણ એન્ટીબોડિઝ ૬ મહિના સુધી તો રહેશે.

આ તમામ પાસાઓની સાથે અત્યારે હોસ્પિટલમાં પણ ઓછા દર્દીઓ દાખલ હોવાની જાણકારી મળી છે. જાેકે આ તમામ પર નજર કરીએ છતાં સાવચેતી રાખી કોવિડના નવા વેરિયન્ટને પ્રસરતો અટકાવવા માટે તજવીજ શરૂ થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers