Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Rajkot:માનસિક અસ્થિર પિતાએ પોતાની જ દીકરીની હત્યા કરી

Rajkot: Mentally unstable father killed his own daughter

રાજકોટ, રાજકોટમાં ધૂળેટીના દિવસે પતિએ ખુનની હોળી રમ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માનસિક અસ્થિર પતિએ માતાજીએ કહ્યું છે કહીને પોતાની જ નવજાત બાળકી, પત્ની અને એક પુત્ર પર ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યો.

જેમાં બાળકીનું કરૂણ મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. જ્યારે પુત્ર અને પત્નીને ઈજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. Rajkot: Mentally unstable father killed his own daughter

જ્યાં બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ગુનો દાખલ કરીને હત્યારા પતિની ધરપકડ કરીને કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં ધૂળેટીના પર્વ પર વહેલી સવારે પતિએ છરી વડે પોતાના જ પરિવાર પર હુમલો કરી દીધો.

જેમાં તેની ૨૫ વર્ષીય પત્ની બસંતી અને ૪ વર્ષીય પુત્ર નિયત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પરંતુ તેમની બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી પ્રેમસંગ નેપાળીને ઝડપી લીધો છે અને હોસ્પિટલમાં દાખલ પત્ની બસંતીનું નિવેદન લીધું છે.

જે અનુસાર તેનો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક અસ્થિર છે. તેને માતાજી આવ્યા અને જણાવ્યું કે પરિવારના બધાને મારી નાખ. એટલે છરી લઈને હુમલો કરી દીધો. પત્નીના જણાવ્યા અનુસાર પ્રેમસંગ વાહનોની સાફ સફાઈ કરવાનું કામ કરે છે. પોલીસે પત્નીનું નિવેદન રેકોર્ડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers