Western Times News

Gujarati News

બરવાળાની ચાચરિયા પ્રાથમિક શાળામા મેઘાણી વંદના કાર્યક્રમ ઉજવાયો

(પ્રતિનિધી) હળવદ, આજરોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરીયા પ્રાથમિક શાળામા આપણા દેશના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૬મી પુણ્યતિથિ નિમિત્તે ‘મેઘાણી વંદના’ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.શાળાના ભૂલકાઓ સાથે તમામ શિક્ષકોએ ગુજરાતી સાહિત્યના આ ઘેઘૂર વડલાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન કર્યું હતુ.
‘મેઘાણી વંદના’ નિમિત્તે શાળાના ભૂલકાઓએ મેઘાણી ગીતોનો રસથાળ પીરસ્યો હતો.

જેથી શાળાનુ પરિસર મેઘાણી ગીતોથી ગુંજી ઉઠ્‌યું હતુ.અષાઢી સાંજના અંબર ગાજે,ખમ્મા વિરાને જાવુ,મારે ઘેર આવજે બેની,ભેટે ઝુલે છે તલવાર,ચારણકન્યા,છેલ્લો કટોરો ઝેરનો,આભમાં ઉગેલ ચાંદલોને,આભમા જીણી ઝબુકે વિજળી,હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ,સુના સમંદરની પાળે,હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જેવા જાજરમાન ગીતોથી વાતાવરણ ભવ્ય બની ગયુ હતુ.શાળાની દીકરી દિશા દ્વારા મેઘાણીના એક ગીત ઝાડ માથે ઝૂમખડુનો અભિનય રજુ કરાયો હતો.

શાળાના ભુલકાઓએ મેઘાણીજી અવિસ્મરણીય ગીતો થકી સૌને મોજ લાવી દીધી હતી.શાળાના કર્મઠ શિક્ષક પ્રવીણભાઈ ખાચર દ્વારા મેઘાણી સાહિત્ય અને ગુજરાત સાહિત્ય જગતમા મહત્વ અને મેઘાણીજીનુ જીવન-કવન અને મેઘાણી સાહિત્ય વિશે સુંદર પરિચય રજુ કરી,બાળકોને મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગો અને સૌરાષ્ટ્રની રસધારની વાતોથી બાળકોને રસતરબોળ કરી દિધા હતા.

શાળાના ઉત્સાહી સારસ્વત ઊર્મિલાબા દ્વારા બાળકોને શોર્યરસની વાતો કરી આજના દિવસને સાર્થક બનાવ્યો હતો.શાળાના આચાર્ય પ્રકાશભાઈ અને શાળા પરિવારના સહિયારા પુરુષાર્થથી સાહિત્યની દુનિયાના કોહીનૂર એવા મેધાણીજીની આ રીતે સાચી વંદના કરવામા આવી હતી.આમ લોકસાહિત્યને વગડાનુ ફુલ કહેનાર આ અદકેરા સર્જકને શાળા દ્વારા સાચા અર્થમા શ્રધ્ધાંજલિ આપવામા આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.