Western Times News

Gujarati News

Canada: Work Visaને લઈને IRCCની એક મહત્વની જાહેરાત

નવી દિલ્હી, અમદાવાદઃ કેનેડાએ ટુરિસ્ટ વિઝા પર આવતા ભારતીયોને મોટી રાહત આપતા તેમને બે વર્ષ માટે વર્ક વિઝા આપવાની જાહેરાત કરી છે. કેનેડાની વિઝા પોલિસી અનુસાર, ટુરિસ્ટ વિઝા પર કેનેડા આવતા વ્યક્તિને જાે જાેબની ઓફર મળે તો તેઓ બે વર્ષના વર્ક વિઝા માટે એપ્લાય કરી શકશે. આમ તો કેનેડાની સરકાર આ પોલિસીને ફેબ્રુઆરી ૨૦૨૩થી ખતમ કરવા જઈ રહી હતી, પરંતુ હવે તેને ૨૦૨૫ સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. Canada: An important announcement from IRCC regarding Work Visa

કેનેડામાં અનેક ક્ષેત્રોમાં કામદારોની મોટી અછત છે, ત્યારે તેની આપૂર્તિ કરવા માટે કેનેડાએ આ નીતિ ચાલુ રાખવાનો ર્નિણય કર્યો છે. અગાઉ કેનેડામાં આવતા પહેલા વર્ક પરમિટ માટે અરજી કરવી પડતી હતી. જાે કોઈ વ્યક્તિ વિઝિટર વિઝા પર કેનેડામાં જ હોય, તો તેને વર્ક પરમિટ માટે પહેલા કેનેડાની બહાર જવું પડતું હતું અને વર્ક પરમિટ લીધા બાદ તેઓ ફરી આવી શકતા હતા. જાેકે, હવે નવી પોલિસી અનુસાર વિઝિટર વિઝા પર આવેલ વ્યક્તિ કેનેડામાં રહીને જ વર્ક પરમિટ મેળવી શકશે.

કેનેડાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર, વિઝિટર વિઝા પર આવેલા વ્યક્તિને વર્ક વિઝા માટે એપ્લાય કરતી વખતે કેટલાક નિયમો અનુસરવાના રહેશે. જેમાં તેઓ વર્ક પરમિટ માટે અરજી કરે ત્યારે તેમની પાસે વેલિડ વિઝિટર વિઝા હોવા જરુરી છે. આ સિવાય ઈમિગ્રન્ટ પાસે લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ દ્વારા માન્ય હોય તેવી જાેબ ઓફર હોવી પણ જરુરી છે. આ સિવાય કેનેડાના ઈમિગ્રેશનને લગતા બીજા કોમન રૂલ્સ પણ ઈમિગ્રન્ટે ફોલો કરવાના રહેશે. કેનેડા ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી આ પ્રકારે વિઝિટર વિઝા પર આવેલા ઈમિગ્રન્ટને વર્ક પરમિટ ઈશ્યૂ કરશે. ત્યારબાદ આ પોલિસીને આગળ વધારવી કે નહીં તેનો ર્નિણય સરકાર જે-તે સમયે કરશે. કેનેડાએ આ પોલિસીને ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાગુ કરી હતી. કોરોનાને કારણે ઈમિગ્રન્ટ્‌સનું આવવાનું બંધ થઈ જતાં કેનેડામાં લેબર્સની અછત ઉભી થઈ હતી. જેને ધ્યાનમાં રાખી આ પોલિસી બનાવાઈ હતી. જે હવે ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

કેનેડાએ પોતાની ઈમિગ્રેશન પોલિસીમાં જે ફેરફાર કર્યા છે તેનો સૌથી વધુ ફાયદો ભારતીયોને મળ્યો છે. કેનેડાની સરકારના આંકડા અનુસાર, ૨૦૨૨માં ૧.૧૮ લાખ ભારતીયોને કેનેડાએ PR સ્ટેટસ પ્રદાન કર્યું હતું. જ્યારે ૨૦૧૩માં આ આંકડો માત્ર ૩૨,૮૨૮નો હતો. જાેકે, કોરોનાકાળમાં કેનેડા જતા ભારતીયોનો આંકડો ખૂબ જ ઘટી ગયો હતો, અને ૨૦૨૦માં તે ૪૨,૮૭૦ પર પહોંચી ગયો હતો. પરંતુ ૨૦૨૧ અને ૨૦૨૨માં રેકોર્ડ સંખ્યામાં ભારતીયો કેનેડા ગયા છે. ૨૦૨૧માં ૧.૨૭ લાખ ભારતીયોને કેનેડાના પીઆર મળ્યા હતા. એક સમય હતો જ્યારે વિદેશ સેટલ થવા માગતા ભારતીયો માટે અમેરિકા સૌથી ફેવરિટ દેશ હતો, પરંતુ ત્યાં કાયદેસર રીતે જવું અને ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવું ખૂબ જ અઘરૂં હોવાથી ભારતીયો અમેરિકાને બદલે કેનેડાને વધુ પ્રેફરન્સ આપી રહ્યા છે.

કેનેડામાં દર વર્ષે વિદેશથી ભણવા જે સ્ટૂડન્ટ્‌સ આવે છે તેમાં પણ ભારતીયોની સંખ્યા જ સૌથી વધારે હોય છે. કેનેડાનો વિઝા પ્રોસેસિંગ ટાઈમ પણ ખૂબ જ ફાસ્ટ છે, એક અંદાજ કેનેડાના અનુસાર હાઈ-સ્કીલ્ડ ટેમ્પરરી વિઝા માત્ર ૧૪ દિવસમાં મળી જાય છે. તે જ રીતે તેના સ્ટૂડન્ટ વિઝાની ફાઈલ મૂક્યાના માંડ એકાદ મહિનામાં જ તેનો રિપ્લાય આવી જાય છે. વળી, કેનેડા ગયા બાદ ત્યાં તમારે તમારૂં પીઆર સ્ટેટસ જાળવી રાખવા અમુક નિશ્ચિત કમાણી કરવી જ પડે તેવો પણ કોઈ નિયમ નથી. ૨૦૧૫માં કેનેડાએ વિશ્વભરમાંથી ટેલેન્ટેડ લોકોને આકર્ષવા માટે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ શરૂ કર્યો હતો, જેનો પણ ભારતીયોને સૌથી વધુ ફાયદો મળ્યો છે. કેનેડા ભણવા જતાં ભારતીય સ્ટૂડન્ટ્‌સની સંખ્યા પણ ૨૦૧૬થી ૨૦૧૯ના ગાળામાં ૧૮૨ ટકા જેટલી વધી ગઈ હતી, જ્યારે અમેરિકા જનારા ઈન્ડિયન સ્ટૂડન્ટ્‌સની સંખ્યા ઘટી રહી છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.