Western Times News

Gujarati News

Weather:આગામી ૧૩-૧૪ તારીખ પછી ફરીથી માવઠાની આગાહી થઈ

અમદાવાદ, ગુજરાતમાં ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. જાેકે, ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવી ગયું…એ મોટો સવાલ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી ૧૩-૧૪ તારીખ પછી ફરીથી માવઠું પડશે. હવામાન ખાતાએ રાજયમાં માવઠાની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના મતે ડાંગ, વલસાડ, સુરત અને નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં માવડું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે. આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થશે. આગામી ૧૩-૧૪ તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હીટવેવની આગાહી રહેશે. આજે અમદાવાદમાં ૩૬ ડિગ્રી તાપમાનનો પારો જશે.

આવતીકાલે ખેડૂતોને સિંચાઈને લઇને પણ હવામાન વિભાગ એડવાઈઝરી જાહેર કરશે. હવામાન વિભાગ પણ આ પ્રકારના વાતાવરણને કારણે ચિંતામાં છે કે, આ ઉનાળો છેકે, પછી ચોમાસું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી ૨૪ કલાક ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આગામી ૨૪ કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સમાચાર ખુબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં વિશેષ રૂપથી નવસારી, વલસાડ, સુરત અને તાપી જિલામાંમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. જ્યારે ૪૦ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.