Western Times News

Gujarati News

ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની ટોપ લેવલની બેઠક

ફાઈલ

અમદાવાદ, પ્રધાનમંત્રીએ Narendra Modi Stadiumમાં Ind Vs Ausની મેચનો ટોચ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. જેના બાદ પ્રધાનમંત્રી રાજભવન રવાના થયા હતા. પરંતું ત્યાર બાદથી તેઓ સતત ગુજરાતના નેતાઓ સાથે બંધબારણે મીટિંગ કરી રહ્યાં છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજભવનમાં દોઢ કલાક ગુપ્ત બેઠકો કરી હતી. તેના બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સાથેની પણ બેઠક પૂર્ણ થઈ છે. PM Narendra Modi’s top level meeting in Gujarat

બંને પ્રધાનમંત્રીને મળી રાજભવનથી નીકળ્યા હતા. તો ગુજરાતના અનેક સિનિયર આઈએસ અધિકારીઓને પણ પ્રધાનમંત્રીએ રાજભવનમાં બોલાવ્યા હતા. ત્યારે રાજભવનમાં સરકાર અને સંગઠન સાથે વડાપ્રધાન મોદીની મહત્વની ગુપ્ત બેઠકોમાં શુ રંધાયુ તે હજી સામે આવ્યું નથી. પરતું શું ફરી મોટા ફેરફાર આવવાના આ સંકેત છે તેવી ચર્ચા વહેતી થઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સરકાર અને સંગઠનની બેઠક પૂર્ણ થઈ છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર રાજભવનથી રવાના થયા હતા. અંદાજે ૧.૩૦ કલાક ચાલી રાજભવન ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. ત્યારે સરકાર અને સંગઠનની બેઠક બાદ હવે પ્રધાનમંત્રીની હાજરીમાં અન્ય મહત્વની બેઠકો શરૂ થઈ હતી. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મુખ્યસચિવ રાજકુમાર સહિતના સિનિયર અધિકારીઓ રાજભવનમાં જાેવા મળ્યા હતા. આ બેઠકોમાં ગુજરાતના વિક્સલક્ષી પ્રોજેક્ટોની સમીક્ષા કરાઈ હતી.

જેમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સાબરમતી રીડેવલપમેન્ટ સહિતના વિષયો પર ચર્ચા કરાઈ હતી.પીએ મોદી મોટેરા સ્ટેડિયમથી સીધા રાજભવન ખાતે જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રીના કાફલાની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાફલો પણ રાજભવન પહોંચંયો હતો. જેમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રીએ મહત્વની બેઠકો કરી હતી. SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.