Western Times News

Gujarati News

આ કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ડાયવર્ટ રૂટ પર દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે આ મુજબ છે:

·         15 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા-ચૌપન-ગઢવા રોડને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડના માર્ગે દોડશે. Due to this reason-the Ahmedabad-Kolkata Express will run on a diverted route

·         18 માર્ચ 2023ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ-ચૌપન-કટની મુડવારાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારાના માર્ગે દોડશે.

યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવા વિનંતી કરવામાં આવે છે.ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે  મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.