Western Times News

Gujarati News

અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે ‘સ્પોન્જ સીટી મેથડ’નો અમલ થશે

શહેરમાં ૧૦૭ સ્થળે વરસાદી પાણી ન ભરાય તે માટે રૂા.રપ૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. મ્યુનિ. કોર્પો. દ્વારા અબજાે રૂપિયાના ખર્ચથી સ્ટ્રોમ વોટર અને ડક્ટ લાઈનો નાંખવામાં આવેલી છે તેમ છતાં ૧૦૦ કરતા વધુ સ્થળોએ વરસાદના પાણી ભરાય છે

આ એવા સ્થળો છે કે જયાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આવા સ્થળોએ ‘સ્પોન્જ સીટી મેથડ’નો અમલ કરવામાં આવશે. જેમાં વરસાદી પાણી પરકોલેટ થઈ જમીનમાં ઉતરી જશે. દેશમાં એક માત્ર ચેન્નાઈ શહેરમાં આ સીસ્ટમ અમલી છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૮-૦૯ના વર્ષથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી છે પરંતુ ગેરકાયદે જાેડાણોના કારણે સ્ટ્રોમ વોટર લાઈનો ‘પ્રવાહ શક્તિ’ ઘટી જાય છે અને ચોમાસામાં પુરતી ક્ષમતા મુજબ વરસાદી પાણીનું વહન થતું નથી

આ ઉપરાંત ૧૦૭ સ્થળ એવા છે કે જયાં વરસાદી પાણીના નિકાલ કરવા માટેનું એકમાત્ર સાધન ડ્રેનેજ લાઈનો છે આ લાઈનોમાં પણ અનેક પ્રકારના ગેરકાયદેસર જાેડાણો થતાં હોવાથી વરસાદી પાણીનો નિકાલ થવાના બદલે પાણી બેક મારતા હોય છે.

સદર સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ પધ્ધતિનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રોડની નીચે ઈકો બ્લોક મુકવામાં આવશે જેના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે સદર પધ્ધતિમાં જે સ્થળે પાણી ભરાય છે તે સ્થળે કેચપીટની નીચે ૪ ટ ૪ ટ ૧૦ ફુટ ના ઈકો બ્લોક મુકવામાં આવશે

જેની ક્ષમતા ૧૦ હજાર લીટર પાણીની રહે છે સદર બ્લોકમાં પાણી કેચપીટની નીચે પરકોલેટ થઈ જમીનમાં ઉતરી જાય છે અને તેના કારણે અંડરગ્રાઉન્ડ વોટર સોર્સ રિચાર્જ થાય છે. એક અંદાજ મુજબ વરસાદી પાણી પ્રવાહના ૧પટકા જેટલા પાણીના જથ્થાનો નિકાલ સદર બ્લોક દ્વારા થાય છે બાકીનું ૮પ ટકા પાણીના નિકાલ માટે બ્લોકને નજીકના મેન હોલ સાથે કનેકટ કરવામાં આવશે.

તેવી જ રીતે જે જગ્યાએ વધુ પાણી ભરાય છે તે સ્થળે કેચપીટની નીચે નાની અને મોટી એમ બે પ્રકારની ટાંકીઓ મુકવામાં આવશે જેનું કદ પ ટ પ ટ ર મીટર અને ૭ ટ ૭ ટ ર.૧૦ મીટર નાની ટાંકીની ક્ષમતા પ૦ હજાર લીટર અને મોટી ટાંકીની ક્ષમતા ૧ લાખ લીટર રહેશે. સદર ટાંકીની ચારે તરફ મોટા હોલ રહેશે જેના વાટે વરસાદી પાણી જમીનમાં ચારેતરફ પરકોલેટ થઈ જશે. નાની ટાંકીની કિંમત અંદાજે સવા કરોડ અને મોટી ટાંકીની કિંમત અંદાજે બે કરોડ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુલ ૧૦૭ સ્થળોએ આગામી પાંચ વર્ષમાં સ્પોન્જ સીટી મેથડ અંતર્ગત ઈકો બ્લોક અને ટાંકીઓ મુકવામાં આવશે જેના માટે કુલ રૂા.રપ૦ કરોડનો ખર્ચ થશે જે દર વરસે પ૦ કરોડની ગણતરી મુજબ ખર્ચ કરવામાં આવશે. સદ્‌ર પ્રોજેકટ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગ્રાંટમાંથી પૂર્ણ કરવામાં આવશે તેમજ એનડીએમએ દ્વારા મનપાને રૂા.રપ૦ કરોડની ગ્રાંટ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.