Western Times News

Gujarati News

દરરોજ 6000 પગલાં ચાલો -હૃદયરોગનું જાેખમ પ૦ ટકા ઓછું થઈ જશે

એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ચાલવાથી આધેડ વયના લોકો માટે હૃદયરોગનું જાેખમ ઓછું થાય છે

(એજન્સી)નવીદિલ્હી, મોટા ભાગના ભારતીયોમાં નિયમીત કસરત કરવાનો ટ્રેન્ડ ચાલી આવ્યો નથી. યુનાઈટેડ નેશન્સ અનુસાર દરેક ભારતીય દર અઠવાડીયે ઓછામાં ઓછી ૧પ૦ મીનીટ કસરત કરવી જાેઈએ. પરંતુ ભારતના પ૦ ટકા ભારતીયો આ કરી શકતા નથી. અને તેથી જ તેમનામાં વૃધ્ધત્વની સાથે સાથ હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર, ડાયાબીટીસ વગેરેની સમસ્યાઓ જાેવા મળે છે. Walk 6000 steps a day – risk of heart disease will be reduced by 50%

અમેરીકાની મેસેચ્યયુઅસેટસ યુનિવર્સિટીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે જાે ૬૦ વર્ષથી વધુ ઉમરના લોકો દરરોજ ૬,૦૦૦ થી ૯,૦૦૦ પગલા ચાલે છે. તો તેમના હૃદયય રોગનુું જાેખમ પ૦ ટકા ઓછું થઈ જાય છે. આ અભ્યાસમાં પ્રોફેસર ડો.અમાન્દર પાલ અને યુનિવર્સિટીમાં ડોકટરોલ વિધાર્થી શિવાગી બાજપાઈ દ્વારા કરવામાં આવ્યો છે.

શિવાગી કહે છે કે ફીઝીકલ એકિટવીટી ગઈ ગાઈડલાઈન્સ વિશે જાગૃતિનો અભાવ છે. તેથી ભારતમાં શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આપણે કેટલાક પગલાઓ ચાલી રહયા છીએ. તેની ગણતરી કરવી ઉપયોગી થઈ શકે છે.
તેમના અભ્યાસમાં સંશોધકોએ યુએસ અને અન્ય ૪ર દેશોના ર૦,૦૦૦થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું.

તેમાં જાણવા મળ્યું કે જે લોકો દરરોજ ૬,૦૦૦ થી ૯,૦૦૦ પગલા ચાલ્યા હતા અને તેમને ર,૦૦૦ પગલા ચાલનારાઓની તુલનામાં હાર્ટ એટેક અને સ્ટ્રોક સહીત હૃદયરોગનું જાેખમ ૪૦ થી પ૦ ટકા ઓછું હતું. શિવાંગી ભાજપાઈ કહે છે. કે ભારતમાં લોકો સાંસ્કૃતિક અને સામાજીક કારણોસર નોકરીમાંથી નિવૃત્ત થયા પછી શારીરિક પ્રવૃત્તિથી દુર રહે છે.

ભારતમાં ઘણા લોકો કામ કરતી વખતે અથવા તેમની ઓફીસમાં ચાલે છે. પરંત જયારે તે નિવૃત્ત થાય છે. ત્યારે તે ઘરના કોઈ ખુણામાં બેસી જાય છે. તેઓ કેટલાક મનોરંજક કાર્યમાં રોકાયેલા હોવા જાેઈએ જેથી શારીરિક પ્રવૃત્તિ હોય નિવૃત્તિ પછી મોટાભાગના ભારતીયો સામાજીક અને અલગતા અને જીવનમાં હેતુના અભાવને સામનો કરે છ.

જે તેમના શારીરિક અને માનસીક સ્વાસ્થ્યમાં ઘટાડો તરફ દોરી જાય છે. એટલા માટે આવા લોકોને સક્રીય રાખવા માટે પગલાં લેવા જાેઈએ.’

સમય બદલાઈ રહયો છે. પરંતુ હજુ પણ મોટાભાગના ભારતીય ઘરોમાં ઘરની જવાબદારી મહિલાઓ પર રહે છે. જેના કારણે મહિલાઓને તેમના સ્વાસ્થ્યય માટે સમય નથી મળતો. લોકોમાં આવી ગેરસમજ પણ છે કે મહીલાને અલગથી કોઈ પણ પ્રકારની કસરતની જરૂર નથી

કારણ કે ઘરના કામકાજ કરતી વખતે સખત મહેનત કરે છ. આ અમુક અંશે સાચું હોઈ શકે છે. પરંતુ ઘરેલું કામમાં વ્યસ્ત મહીલાઓને પણ નિયમીત ચાલવું જાેઈએ. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. સંશોધકો સુચવે છે. કે આપણે કેટલું ચાલીએઅ છીએ.

તેનો ટ્રેક રાખવો ફાયદાકારક સાબીત થઈ શકે છે. શિવાંગી ભાજબાઈ કહે છે.કે જે લોકોના હૃદય સંબધીત કોઈપણ લક્ષ્ય નકકી કરવું જાેઈએ અઅને ધીમે ધીમે ચાલવાનો સમય વધારવા જાેઈએ. જેથી તેમનું હૃદય મજબુત બને અને રોગની સમસ્યા જટીલ ન બને.

ડો.પલુચે એમ પણ કહયું કે, અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે દરરોજ ૬,૦૦૦ થી ૯,૦૦૦ ચાલવું એ યુવાનો કરતાં મધ્યમ વયના લોકો માટે વધુ ફાયદાકારક છે. તેઓ કહે છે કે હૃદયના રોગો એ ઉંમરને રોગ છે. ઘણીવાર આપણે વૃદ્ધાવસ્થામાં ન હોઈએ ત્યાં સુધી આવું થતું નથી. નાની ઉંમરેશ હાર્ટ ફેલ્ચોર હાર્ટ એટેક કે સ્ટ્રોક આવવાની શકયતાઓ અત્યંત ઓછી હોય છે. અમે એ પણ જાેયું છે. કે જે યુવાનો શારીરિક રીતે સક્રીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.