Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રવિન્દ્ર જાડેજા અને રિવાબા PachhattarKaChhora ફિલ્મના પ્રોડ્યૂસર બન્યા

મુંબઈ, હાલ રવિન્દ્ર જાડેજાનું નસીબ હાલ જાેર ચાલી રહ્યું છે. હાલમાં રમાઈ રહેલી મેચોમાં રવિન્દ્ર જાડેજાએ ફરીથી કમબેક કરી લીધુ છે. હાલ ચારેય તરફ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાહવાહી થઈ રહી છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ધારાસભ્ય બની ચૂક્યા છે. Ravindra Jadeja and Rivaba became the producers of the film PachhattarKaChhora

હાલ તેઓ ધારાસભ્ય તરીકે જામનગરમાં સક્રિયતા દર્શાવી રહ્યા છે. ત્યારે રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ વધુ એક સાહસ કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ અને રિવાબા જાડેજાએ બોલિવુડમાં ઝંપલાવ્યું છે. બોલિવુડમાં જાડેજા દંપતિ એક ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.

આ ફિલ્મનું નામ પચહત્તર કા છોરા છે. આ ફિલ્મનું પોસ્ટર રિવાબા જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. જાડેજા દંપતી સાથે આ ફિલ્મને અભિનેત્રી નીના ગુપ્તા પણ પોડ્યૂસ કરી રહ્યા છે અને તેઓ આ ફિલ્મમાં અભિનેત્રીનો રોલ પણ કરી રહ્યા છે.

આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ પણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા સાથે ૧૭ વર્ષ નાના રણદીપ હુડ્ડા રોમન્સ કરશે. આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી જ્યારે આ ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલ્ટર છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા ગુજરાતના રાજકોટના વતની છે.

તેમના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જીત્યા હતા.

નોંધનીય છે કે, પત્ની રિવાબા જાડેજાને જીતાડવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યા હતા. આ સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. જામનગરની બેઠક પર જીત્યા બાદ રિવાબા જાડેજા તરત કામે લાગી ગયા હતા અને જનસેવા શરૂ કરી દીધી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers