Western Times News

Gujarati News

અમદાવાદ ફાયર વિભાગે આગ સામે કાર્યવાહી કરવા માગ્યો ચાર્જ

અમદાવાદ, ઘુમા-બોપલ નગરપાલિકાને કોર્પોરેશનની હદમાં સમાવેશ થયે લગભગ ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ અમદાવાદ ફાયર વિભાગને મેમો મળ્યો ન હોય એવું લાગે છે.

જ્યારે ઘુમાના રાજેન્દ્ર નાગરચીએ ગુરુવારે વારે ૪.૩૭ વાગે SOS કોલ રજીસ્ટર કરવા માટે 101 ડાયલ કર્યો તો તેઓ એ વાત સાંભળીને ચોંકી ગયા કે ઘુમા AMCના અધિકારક્ષેત્રમાં આવતું નહોતું. Ahmedabad Fire Department wanted to take action against the fire

આની સેવા માટે તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. તેમની દલીલો પછી અધિકારીઓએ મર્જર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. સ્થિતિની નિર્થકતાને સમજીને નાગરચીએ ફોન બંધ કરી દીધો હતો અને લક્ષ્મીચંદ એવન્યૂમાં પોતાના પાડોશીનાં ઘરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે અન્ય લોકો એકઠાં થયા હતા.

જાે કે, એકત્ર થયેલાં લોકો વૃદ્ધ દંપતીનો જીવ બચાવવા માટે સફળ રહ્યા હતા, પરંતુ લોકો એ વાત સાંભળીને ચોંકી ગયા કે ઈમરજન્સી સેવાએ ઘુમા આવવા માટે ફીની માગ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે, અમે તાજેતરમાં જ અમારો ટેક્સ ચૂકવ્યો છે. શું તેનું કોઈ મૂલ્ય નથી. તેઓ કેમ જાણતા નતી કે ઘુમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ છે.

૪૯ વર્ષીય નાગરચીએ જણાવ્યું કે, મદદ માટે બૂમો સાંભળ્યા પછી હું ઊંઘમાંથી ઉઠી ગયો હતો. બીજા માળે આવેલાં શંકર પટેલના ઘરે આગ લાગી હતી. તેમનો દીકરો દિલીપ અમારી સામેના ફ્લેટમાં રહે છે.

મેં ફાયર હેલ્પલાઈન ડાયલ કરી હતી. તેઓએ કહ્યું કે, સેવા માટે અમારી પાસે ચાર્જ લેવામાં આવશે, કારણ કે ઘુમા એએમસીની મર્યાદામાં નથી. જ્યારે લોકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે એએફઈએ સેવા ચાર્જીસ માટે ચર્ચા કેવી રીતે કરી શકે.

૩૭ વર્ષીય દિલીપ કહે છે કે, મારા માતા-પિતા વરિષ્ઠ નાગરીક છે. અમારા પાડોશીઓમાંના એકે જાેયું કે મારા માતા-પિતના ફ્લેટમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. તેઓએ અલાર્મ વગાડ્યુ. આગ પર કાબૂ મેળવવા માટે સોસયાટીના ફાયર સાધનોનો ઉપયોગ કર્યો. બોપલ અને ઘુમાની નગરપાલિકાને ૨૦૨૦માં ચાર વોર્ડો જાેધપુર, થલતેજ, બોડકદેવ અને સરખેજમાં મર્જ કરવામાં આવી હતી. બોપલ ઘુમામાં એક નવું ફાયર સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવી રહ્યું છે.

AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું કે, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે AFESએ ઘુમામાં આગ સામે લડવા માટે સર્વિસ ચાર્જ માગ્યો હતો. મેં અધિકારીઓ પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો છે. બોપલ અને ઘુમાને એએમસીમાં અઢી વર્ષ પહેલાં જ મર્જ કરવામાં આવ્યું હતું. અમે આ મામલે ખૂબ જ કડકાઈથી કાર્યવાહી કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.