Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં ઘરે-ઘરે શરદી-ઉધરસના વધતા કેસો

અમદાવાદ, એક તરફ ડબલ ઋતુનો માર છે તો બીજી તરફ વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાઓ પર વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. Increasing cases of cold-cough in Ahmedabad

રોજના સરેરાશ ૩૫૦૦ કરતા વધુ દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનમાં તકેદારી રાખવાની સલાહ ડૉક્ટર દ્વારા આપવામાં આવી રહી છે.

શરદી-ઉધરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી આ અંગે વાત કરતા જણાવે છે કે, રોજના સિવિલ હોસ્પિટલમાં સરેરાશ ૩૮૦૦ કેસોની ઓપીડી હોય છે એટલે ૧૦ દિવસના આંકડા ગણીએ તો ૩૮૦૦૦થી ઉપર જાય છે. શનિવાર-રવિવારના સરેરાશ કેસો ૩૪૦૦-૩૫૦૦ હોય છે. જેમાં ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શનના કેસોની સંખ્યા વધુ હોય છે.

હાલની ઋતુ પ્રમાણે સમાન્ય રીતે તાવ અને શરદી-ખાંસીના કેસો હોય છે. આવામાં ડૉ. રાકેશ જાેષી જણાવે છે કે, હાલની સ્થિતિ પ્રમાણે કોવિડ અને વાયરલ ઈન્ફેક્શન ત્રણેના લક્ષણો એક સરખા લાગે છે. પરંતુ આવામાં શરદી-ખાંસી થોડો લાંબો સમય ચાલતી હોય છે.

જેની શરુઆત હાઈગ્રેડ ફીવરથી થતી હોય છે. આવા કિસ્સામાં એન્ટી બાયોટિક આપવાની જરુર રહેતી નથી. વાયરલ ઈન્ફેક્શન સામે શરીર લડી શકે છે આવામાં બીજા ઈન્ફેક્શન ના લાગે તો જ એન્ટી-બાયોટિક આપવાની જરુર રહેતી હોય છે.

ઘરમાં એક વ્યક્તિને વાયરલ ઈન્ફેક્શન હોય તો બાકીના સભ્યોએ તથા જે વ્યક્તિ બીમાર છે તેમણે સાવચેતી રાખવાની જરુર છે જેથી કરીને અન્યને તેનો ચેપ લાગે નહીં.

હાલ બેવડી ઋતુ ચાલી રહી છે, બપોરે ગરમી અને રાતના સમયે ઠંડું વાતાવરણ થવાથી તેની અસર બાળકો અને વૃદ્ધો પર વધુ જાેવા મળે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. હોળીના તહેવાર દરમિયાન પણ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.