Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

96 કરોડના ખર્ચે તૈયાર થયેલો સનાથલ ઓવરબ્રીજ ખુલ્લો મુકાયો

અમદાવાદના એસ. જી. હાઈવે, બોપલ, શિલજથી ધોળકા અને સૌરાષ્ટ્ર તરફ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

અમદાવાદ શહેરની ફરતે આવેલા રીંગ રોડ પર સનાથલ ચોકડી પરનો ઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. અમદાવાદના રિંગ રોડ પરનો સૌથી મોટો ઓવરબ્રિજ અંદાજિત 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. Sanathal Overbridge- prepared at a cost of 96 crores was opened for public.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ અમદાવાદના એસ. જી. હાઈવે, બોપલ, શિલજથી સૌરાષ્ટ્ર તરફ જતાં લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે.

આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે.

ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર તેમજ એસ.જી. હાઈવે પર પણ ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ ઉપરાંત બોપલ શિલજથી વડોદરા એક્સપ્રેસ હાઈવે તરફ જવા અસલાલી થઈને જનારા લોકોને પણ સમય બચશે.

આ બ્રિજની કુલ લંબાઈ 1.38 કિ.મી. છે, જેમાં 50.48 મીટરનો રેલવે ભાગ છે. બંને બાજુએ 1400 મીટર x2 નો સર્વિસ રોડ અને રિટેનિંગ વોલ સાથે ચાર લેન સોલિડ એપ્રોચ છે. આ રેલવે ઓવરબ્રિજ 33.750 મીટરની પહોળાઈ ધરાવે છે, જેમાં કેટ આઇ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ પટ્ટા અને સાઇનબોર્ડ વગેરે રોડ પર લગાવવામાં આવ્યા છે.

આ બ્રિજનું લોકાર્પણ થવાથી સરદાર પટેલ રિંગરોડ પર અવરજવર કરતાં નાનાં-મોટાં દૈનિક 25 હજાર અને 5 હજાર કોમર્શિયલ વાહનોને સરળતા રહેશે. રાજકોટ તરફ આવતા-જતા વાહનચાલકોને પણ અવરજવરમાં સરળતા થશે અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં બચત થવા પામશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers