Western Times News

Gujarati News

Health:જાણો, મિલેટ્સ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે

મિલેટ્સના પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર કેવા પ્રયત્નો કરી રહી છે

ઇન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ્સ – ૨૦૨૩ મિશન અંગેના બિન સરકારી સંકલ્પ અગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વિચારો

રાજ્ય સરકાર મિલેટ્સની ખેતી પર નિષ્ઠાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં મિલેટ્સની ખેતી ખૂબ જ સહાયક છે. આ એવી કૃષિ પધ્ધતિ છે જેમાં જમીનના સ્વાસ્થ્યનું, માનવજાતના સ્વાસ્થ્યનું અને પર્યાવરણનું રક્ષણ થાય છે. પાણી અને વિજળીની બચત થાય છે. આ ઉપરાંત આ ખેતી પધ્ધતિ દરેક ખેડુતને પરવડે તેવી પધ્ધતિ છે. મિલેટ્સની ખેત-પદ્ધતિમાં, ઇનપુટ ખર્ચ ઓછો હોય છે.

એવુ કહેવાય છે રાજાશાહી વખતમાં ખાસ કિસ્સામાં જામનગરના જામસાહેબ માટે બાજરીનો પાક કલ્યાણપુર તાલુકામાં આવેલ “અજાર ટાપુ” પર લેવામાં આવતો. જે ખુબજ પ્રચલીત બાજરી છે. તેવી જ રીતે અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના “બાબરકોટ”ની બાજરી આજે પણ માર્કેટમાં ખુબ ઉંચા ભાવે વેચાય છે.

તો કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના “ખડીર” વિસ્તારની બિન-પિયત બાજરી કે જે સંપુર્ણ પણે સેંદ્રીય રીતે પકવવામાં ખુબ જાણીતુ છે. ગુજરાતમાં અમે ખાસ કરીને ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ ત્યારે મિલેટ્સની ખેતીને વધુ વેગ મળશે.

મીલેટસ એ નાના બીજનુ સામુહીક જુથ છે, જે અનાજ તરીકે ઉગાડવામાં આવે છે. ગુજરાત રાજયમાં હાલ બાજરી, નાગલી અને જુવાર નો વાવેતર વિસ્તાર ૫.૦૮ લાખ હેક્ટર અને અંદાજીત ઉત્પાદન ૧૦.૯૫ લાખ મેટ્રીક ટન છે. જેનુ મુખ્યત્વે સુકી અને સીમાંત જમીન પર ૧૩૧ દેશોમાં વાવેતર કરવામાં આવે છે. બાજરી પરંપરાગત એશીયા અને આફ્રીકાના ૫૯ કરોડ લોકો માટે ખોરાક છે.

મિલેટ્સ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે.

Ø  મિલેટ્સ એન્ટીઑકિસડન્ટ પ્રવૃત્તિનું ઉચ્ચ સ્તર દર્શાવે છે.

Ø  બાજરીના અંકુર કેટલાક ખનિજોને વધુ ઉપલબ્ધ બનાવે છે.

Ø  મિલેટ્સ એ કુદરતી રીતે ધાન્યના લોટમાં રહેલું ગ્લુટેન મુક્ત છે.

Ø  મિલેટ્સના સેવનથી શરીરમાં ટ્રાઇગ્લિસરાઈડ્સ અને સી-રિએક્ટિવ પ્રોટીન ઘટે છે.

Ø  કાંગ એ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

Ø  મોરૈયાના ફાયટો-કેમિકલ ગુણધર્મો કેન્સર, ડાયાબિટીસ, હ્રદયરોગ અને હાયપરટેન્શન જેવા રોગોથી રક્ષણ પૂરું પાડવામાં મદદ કરી શકે છે.

Ø  મિલેટ્સ એ પોલીફેનોલીક સંયોજનો ધરાવે છે, જે ડાયાબિટીસ પ્રકાર-૨ના સંચાલનમાં ફાયદો કરે છે.

Ø  રાગીમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે ભૂખ ઓછી કરે છે અને વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

Ø  હાડકાના સ્વાસ્થ્ય માટે નાગલી/રાગી : રાગી ઓસ્ટીયોપોરોસીસ જેવા રોગોને દૂર રાખે છે અને અસ્થિભંગનું જોખમ ઘટાડી શકે છે.

Ø  રાગીના લોટમાં એવા પરિબળોની હાજરી છે જેના કારણે સ્ટાર્ચનું પાચન અને શોષણ ઘટે છે.

Ø  નાગલી/રાગી બ્લડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરુપ થાય છે.

Ø  રાગીનું સેવન ‘એનિમિયા’ની ગંભીર સ્થિતિમાં મદદ કરે છે.

Ø  નાગલી/રાગી આધુનિક ખોરાકની એલર્જીથી પીડાતા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Ø  રાગીનું સેવન શરીરને કુદરતી રીતે આરામ આપવામાં મદદ કરે છે અને ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રાની સ્થિતિમાં ફાયદાકારક છે. રાગી માઈગ્રેન માટે પણ ઉપયોગી છે

Ø  સ્નાયુઓના સમારકામમાં, લોહીની રચનામાં, હાડકાની રચનામાં, અને ત્વચાની તંદુરસ્તી સુધારે છે.

Ø  જો રાગી નિયમિતપણે ખાવામાં આવે તો કુપોષણ, ડિજનરેટિવ રોગો અને અકાળ વૃદ્ધત્વને દૂર રાખવામાં મદદ કરી શકે છે. બ્લડ પ્રેશર, લીવર ડિસઓર્ડર, અસ્થમા અને હૃદયની નબળાઈની સ્થિતિ માટે લીલી રાગીની ભલામણ કરવામાં આવે છે. દૂધ ઉત્પાદનની અછતની સ્થિતિમાં સ્તનપાન કરાવતી માતાઓને પણ લીલા રાગીની ભલામણ કરવામાં આવે છે.

Ø  આમ, મિલેટ્સ આધારીત ખોરાક લેવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગોથી છુટકારો મળે છે.

Ø  વસુધૈવ કુટુંબકમ સનાતન ધર્મની મૂળભૂત વિધિઓ અને વિચારધારા છે જે મહા ઉપનિષદ સહિત ઘણા ગ્રંથોમાં લખાયેલી છે. તેનો અર્થ એ છે કે – પૃથ્વી એ કુટુંબ છે. આ વાક્ય ભારતીય સંસદના પ્રવેશદ્વારમાં પણ અંકિત
થયેલ છે.

Ø  જે અનુસાર પરિવારના સારા સ્વાસ્થ્ય હેતુથી ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રને વર્ષ ૨૦૨૩ને મીલેટ્સ આંતરરાષ્ટ્રિય વર્ષ તરીકે જાહેર કરવા પ્રસ્તાવ મુક્યો હતો.

Ø  વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ તરીકે જાહેર કરતા કેટલાક રાજ્યોએ મીશન ઓન મીલેટ્સ ચાલુ
કર્યુ છે.

Ø  મહિલા અને બાળ મંત્રાલય દ્વારા પોષણ મિશન હેઠળ બાજરીનો સમાવેશ કરેલ છે. ICAR એ એક નવી જાત ક્વિનોઆ (હિમ શક્તિ) બહાર પાડી છે, જેને પોષક અનાજ તરીકે જાહેર કરવામા આવ્યુ છે.

Ø  દેશના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કુલ ૬૭ મુલ્યવર્ધિત ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.

Ø  બાજરીની નિકાસ વધી છે.

Ø  બાજરીની બાયોફોર્ટીફાઇડ ૪ જાતો સહિત ૧૩ વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે.

Ø  ભારત સરકારે ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ – ૨૦૨૩ ઉજવવાનું નક્કી કર્યુ છે, જેથી ભારતીય મીલેટ્સની વાનગીઓ, મુલ્ય વર્ધીત ઉત્પાદનો વૈશ્વીક સ્તરે સ્વીકારવામાં આવે.

મિલેટ્સના પ્રોત્સાહન માટે રાજ્ય સરકારના પ્રયત્નો

ગુજરાત રાજયમાં મિલેટ્સ કૃષિનો વ્યાપ વધે તે માટે રાજય સરકાર દ્વારા ઝૂંબેશના રૂપમાં પ્રયત્નો કરવામાં આવેલ છે, રાજ્ય સરકારે પણ “ઇન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ્સ – ૨૦૨૩” અંતર્ગત નવી યોજના મુકેલ છે. જેમાં મિલેટ્સનો પ્રચાર – પ્રસાર, તાલીમો, પ્રદર્શન –

નિદર્શન, મિલેટ્સ વાનગીઓને લગતી બાબતનો સમાવેશ થાય છે. રાજયમાં મિલેટ્સ અવેરનેસ માટે રાજય સરકાર દ્વારા તાલુકા લેવલે ખેડુતોમાં મીલેટ પાકોની ખેતી પધ્ધતિ અને અગત્યતા માટે મીલેટ્સ સેમીનાર અને વિવિધ યોજનાઓ દ્વારા નિદર્શન,

જ્યારે મહાનગર પાલીકા સ્તરે મિલેટ્સની રોજીંદા ખોરાકમાં વપરાશ અને વાનગીઓ અંગે લોક જાગૃતી સારુ કુલ ૮ “મિલેટ્સ એક્ષ્પો” નુ આયોજન તથા ખેડુતો મિલેટ્સ ઉત્પાદન કરે તે સારુ ટેકાના ભાવે બાજરી, જુવાર અને રાગીની ખરીદી પર ઇન્સેન્ટીવ આપવા આયોજન કરેલ છે.

Ø  મિલેટ્સ નું વાવેતર કરતાં ખેડૂતો માટે વધુ ઉત્પાદન ધરાવતી જાતો ની કીટ વિતરણ સહાયથી કરવાનુ આયોજન કરવામાં આવશે

“ મિલેટ્સની વાનગીઓ ”

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ, ૨૦૨૩” તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જાડા ધાન્ય (મિલેટ્સ) અને તેની પોષક ઉપયોગિતાથી પરિચિત કરાવવા માટે વિશ્વના ઘણા દેશોમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા મીલેટ્સથી થતા ફાયદાઓ જણાવવા ઉપરાંત તેમાંથી તૈયાર થતી વાનગીઓ અને તેમાં રહેલા પોષક તત્વો વિશે માહિતીસભર વિશેષ અંક પ્રકાશિત કરવાનું આયોજન છે.

Ø  જેમાં વિશ્વના તમામ દેશોમાં કુપોષણને લીધે વધતી બીમારીઓના કારણે પૌષ્ટિક જાડા ધાન્ય (મિલેટ્સ) તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ પૌષ્ટિક મિલેટ્સ અન્ય અનાજની તુલનામાં ઘણા પોષક  મૂલ્યો ધરાવે છે.

Ø  ભારત વિશ્વમાં મિલેટ્સનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે.

Ø  કેન્દ્ર સરકારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ગેઝેટ નોટિફિકેશન નંબર ૧૩૩, તારીખ ૧૩-૪-૨૦૧૮થી જાહેર કરેલ મિલેટ્સમાં જુવાર, બાજરી, રાગી અને નાની મિલેટ્સ એટલે કે કાંગણી, ચીનો, કોડો, સનવા, કુટકીના વપરાશ અને વેપારના દૃષ્ટિકોણ માટે ‘પોષ્ટિક-અનાજ’ તરીકે સમાવેશ થાય છે.

Ø  દેશમાં મિલેટ્સને પ્રોત્સાહન આપતા, સરકારે વર્ષ ૨૦૦૭માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન (NFSM) હેઠળ મિલેટ્સ મિશનનો પ્રારંભ કર્યો હતો.

મિલેટ્સ ખેતીને વેગવાન બનાવવા રાજ્યમાં હાલના તબક્કે ચાલી રહેલી  કામગીરી

રાજ્યના જીલ્લાઓમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત ન્યુટ્રીસીરીયલ યોજના હેઠળ મિલેટ્સ ફેસ્ટીવલની ઉજવણી ચાલુ છે. જેમાં મિલેટ્સ અંગે ખેડુતોમાં જાગૃતતા, મિલેટ્સથી થતા સ્વાસ્થ્ય લાભો તેમજ મિલેટ્સથી તૈયાર થતી વિવિધ વાનગીઓના પ્રદર્શનો થકી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હાલમાં ભારત સરકાર એક ડીસેમ્બર ૨૦૨૨ થી “જી-૨૦” સમીટના પ્રમુખપદ પર આગેવાની કરેલ છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. જેમાં ગુજરાત રાજ્યમાં ૨૦૨૩માં થનાર કાર્યક્રમોમાં મિલેટ્સ થીમ પર યોજવા નિર્ધાર કરેલ છે. જેમાં મિલેટ્સ આધારીત હેમ્પર્સ, મિલેટ્સ બ્રાન્ડીંગ માટે એર પોર્ટ થી કાર્યક્રમના સ્થળ સુધી શહેરી વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં ઉપસ્થીત મહેમાનો માટે ભોજનમાં પણ મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ મિલેટ્સ સ્ટોલ અને કાફે પણ ખોલવામાં આવે છે. દરેક કાર્યક્રમના શણગાર, ગુજરાતની પરંપરા મુજબ રંગોળી થી કરવામાં આવતા હોય છે જે “મિલેટ્સ રંગોલી” થી સજાવવામાં આવે છે.

દરેક ક્ષેત્રની જેમ મિલેટ્સ ખેતીમાં પણ ગુજરાત રાજય પ્રેરણારૂપ રાજય તરીકે ઉભરી આવે તેવા રાજ્ય સરકારશ્રીના પ્રયાસો  માટે સભ્યશ્રી મહેશ કસવાલાનો આ બિન સરકારી સંકલ્પ “ઇન્ટરનેશનલ ઇયર ઓફ મીલેટ્સ – ૨૦૨૩ મિશન” ને આવકારતા રાજ્ય સરકાર તેમાં આગળ વધે તે માટે આવશ્યક પગલાં ભરશે તેવા નિર્ધાર સાથે સર્વનો આભાર..

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાજરીને ‘શ્રી અન્ના’ કહેવા પાછળનો તર્ક જાહેર કર્યો હતો. તુમાકુરુ જિલ્લામાં એક જાહેર રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે આ નામ કર્ણાટકમાંથી લેવામાં આવ્યું છે જ્યાં બાજરીને ‘સિરી ધાન્ય’ કહેવામાં આવે છે, જે ‘શ્રી ધન્યા’ કહેવાની બોલચાલની રીત છે.

કર્ણાટકના લોકો ‘જાડા અનાજ’ (બાજરી) નું મહત્વ સમજે છે. આ જ કારણ છે કે તમે બધા તેને ‘સિરી ધાન્ય’ કહો છો. કર્ણાટકના લોકોની લાગણીને માન આપીને દેશ બાજરી આગળ લઈ રહ્યો છે,” વડા પ્રધાને જણાવ્યું હતું.

“હવે, બાજરી દેશભરમાં ‘શ્રી અન્ના’ તરીકે ઓળખાશે. ‘શ્રી અન્ના’ નો અર્થ તમામ અનાજમાં શ્રેષ્ઠ છે,”

ભારત શ્રી અન્નને કેવી રીતે લોકપ્રિય બનાવી રહ્યું છે?

વિશ્વને બરછટ અનાજના ફાયદા જણાવવામાં અને સમજાવવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે ભારત બાજરીનું વૈશ્વિક કેન્દ્ર બને. તે ઇચ્છે છે કે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023ને ‘લોક ચળવળ’માં પરિવર્તિત કરવામાં આવે.

ભારત શ્રી અણ્ણાનો સૌથી મોટો ઉત્પાદક અને બીજો સૌથી મોટો નિકાસકાર છે. હાલમાં આપણા દેશમાંથી મોટાભાગની બાજરી, રાગી, કનેરી, જુવાર અને બિયાં સાથેનો દાણોની નિકાસ કરવામાં આવે છે. યુએસએ, યુએઈ, યુકે, નેપાળ, સાઉદી અરેબિયા, યમન, લિબિયા, ટ્યુનિશિયા, ઓમાન અને ઇજિપ્તને આ સપ્લાય થાય છે.

ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYM) – 2023 દ્વારા ‘મિરેકલ મિલેટ્સ’ના ભૂલી ગયેલા મહિમાને પુનર્જીવિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકાર શ્રી અન્નને લોકપ્રિય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ફૂડ ફેસ્ટિવલ હોય કે કોન્ક્લેવ, વિદેશીઓને આકર્ષવા અને શ્રી અન્નમાંથી બનતા ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવે છે. ભલે તે સાંસદો માટે લંચનું આયોજન હોય કે દિલ્હીમાં G20 મીટિંગ, શ્રી અન્નની વાનગીઓ બધામાં આગવી રીતે પીરસવામાં
આવે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.