Western Times News

Gujarati News

MSMEને પ્રોત્સાહન માટે ધિરાણના ૨૫ ટકા સુધી સબસિડી આપવાની જોગવાઈ

નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળ મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી વ્યાજ સહાયની યોજના

અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧૦૬ એકમોની અરજી મંજૂર; રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૨૫૦.૨૮ લાખની સહાય ચૂકવાઈ

રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને ઊર્જાવાન બનાવવા માટે વર્ષ ૨૦૨૦માં ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નવા ઉદ્યોગો માટે જમીન, સબસિડી તેમજ મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગોને રાહત આપતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. Provision of subsidy up to 25% of credit to encourage MSMEs

આ યોજનાની જ એક મહત્વપૂર્ણ કડી છે – MSME એટલે કે મધ્યમ, નાના અને સૂક્ષ્મ કદના ઉદ્યોગો માટે વ્યાજ સહાયની યોજના. આ યોજનાના પરિણામે આજે રાજ્યમાં MSME એકમો સાથે રોજગારીની તકોમાં ખૂબ જ વધારો થયો છે.

MSME એકમોને વ્યાજ સહાયની યોજનાથી પ્રેરાઈને ગુજરાતના અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૨ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માટે કુલ ૧૭૯૨ અરજીઓ મળી હોવાની વિગતો આજે વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી ૧૧૦૬ એકમની અરજીઓને મંજૂરી આપી રાજ્ય સરકાર દ્વારા વર્ષ દરમિયાન કુલ રૂ. ૧૨૫૦.૨૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી ઉદ્યોગ નીતિ – ૨૦૨૦ અંતર્ગત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો એટલે કે MSMEને પ્રોત્સાહન આપવા માટે ધિરાણના ૨૫ ટકા સુધીની કૅપિટલ સબસિડી મળવાપાત્ર છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૩૫ લાખ નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત મધ્યમ, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને વિદેશી ટેક્નોલૉજી મેળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ નીતિમાં હેતુ માટે થયેલા કુલ ખર્ચના ૬૫ ટકા સુધીની સહાયની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેની મહત્તમ મર્યાદા રૂ. ૫૦ લાખ નક્કી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.