Western Times News

Gujarati News

AMA અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશ

અમદાવાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને વિમેન ડોક્ટર્સ વિંગ (Women Doctors wing) દ્વારા તા. 25 નવેમ્બર 2019થી તા. 29 નવેમ્બર 2019 દરમિયાન અમદાવાદ શહેરનાં (Ahmedbad Police) પોલીસ દળમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે ‘મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં બપોરે 3 થી સાજે 5 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્નર શ્રી આશિષ ભાટિયા અને ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્રી નિપુર્ણા તરવાણેની સકારાત્મક મંજૂરીને કારણે શક્ય બન્યો છે.

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્રી નિપુર્ણા તરવાણેએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કુલ 1612 મહિલા પોલીસ કર્મચારીઓ ખડેપગે સમાજસેવામાં કાર્યરત છે. મહિલા પોલીસ કર્મચારીઓ તેમની ફજરની સાથોસાથ કુટુંબની જવાબદારીઓ નિભાવતી હોય છે, જેને કારણે તે પોતાના સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ તકેદારી રાખવામાં ઓછી જાગૃત હોય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને વિમેન ડોક્ટર્સ વિંગ દ્વારા પાંચ દિવસીય ‘મહિલા પોલીસ સ્વાસ્થ્ય જાગૃતિ ઝુંબેશ’નું આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે. જેના લીધે મહિલા પોલીસ કર્મચારીઓમાં બ્રેસ્ટ કેન્સર, ઓર્ગન ડોનેશન તેમજ એનેમિક ઉણપ અંગેની જાગૃતિ આવશે.

આ કાર્યક્રમ અંગે વિગતો અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈને જણાવ્યું હતું કે, ‘આપણે સૌ જાણીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરનાં કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. પહેલા 50 થી વધુ વયની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળતું હતું. હાલની પરિસ્થિતમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે અને 20 વર્ષથી વધુ વય ધરાવતી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ઉપરાંત મહિલાઓ પોતાનાં સ્વાસ્થ્યનાં મૃદ્દાઓમાં બેદરકાર હોય છે તેવું પણ જણાયું છે. જો બ્રેસ્ટકેન્સરનું શરૂઆતમાં નીદાન થાય તો તેની સંપૂર્ણ સારવાર થઈ શકે છે અને મૃત્યુને ટાળી શકાય છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ ઝુંબેશમાં ઓર્ગન ડોનેશન સભાનતા ઝુંબેશની ચર્ચાને પણ આવરી લેવામા આવી છે. ભારતમાં દરરોજ અંદાજે 6000 વ્યક્તિઓનાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનાં અભાવે મૃત્યુ થાય છે. આથી અંગદાનની જાગૃતિ આવે અને જીવન બચાવી શકાય તે જરૂરી છે.’

ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, ‘મોટાભાગની ભારતીય મહિલાઓ એનેમિક છે અને તેમાં મહિલા પોલીસ કોઈ અપવાદ નહિં હોવાનું જણાયું છે. આથી મહિલા પોલીસનાં Hb એસ્ટીમેશન સાથેનાં સંપૂર્ણ બ્લડ કાઉન્ટ કરવામાં આવશે. આ ઝુંબેશમાં મહિલા પોલીસને પૌષ્ટ્રીક આહાર અંગેની સલાહ અને એક માસની આયર્ન ટેબલેટ્સ પણ આપવામાં આવશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.