Western Times News

Gujarati News

USA: First Republic Bankને લાગશે તાળા,અઠવાડિયામાં ત્રીજી બેંક કંગાળ

વોશિગ્ટન, The American Banking Sectorમાં આવેલી સુનામી અટકવાનું નામ નથી લઇ રહી. એક પછી એક બેન્કના ઉઠમણાં થઈ રહયા છે. એક અઠવાડિયાના ટૂંકા સમયમાં અમેરિકામાં ત્રીજી બેન્ક કંગાળ બની છે. પહેલા Silicon Valley Bank બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો. USA: First Republic Bank will be locked third bank failure in a week

ત્યારબાદ Signature Bank બંધ કરી દેવામાં આવી હતી. હવે First Republic Bank પર પણ તાળા લટકાવવાનો સમય આવી ગયો છે. માત્ર એક અઠવાડિયામાં આ ત્રીજી મોટી બેંક છે, જેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.

બ્લૂમબર્ગ અનુસાર, ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં ૬૧.૮૩%નો ઘટાડો થયો છે. જાે તમે છેલ્લા સપ્તાહના ઘટાડા પર નજર નાખો તો, ફર્સ્ટ રિપબ્લિક બેંક સ્ટોકની કિંમત ૭૪.૨૫% ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે તેની કિંમત શેર દીઠ ઇં૧૯ની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી.

સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ બંને બેંકોને તાળા વાગી ગયા છે. હવે આ મોટી બેંક પણ પડી ભાંગવાની સંભાવના છે.

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે રિવ્યુ હેઠળ રાખવામાં આવેલી છ અમેરિકન બેન્કોમાં પ્રથમ ક્રમે ફર્સ્ટ રિપબ્લિક બેન્કનું નામ પણ સામેલ કર્યું છે. આ સિવાય રેટિંગ એજન્સીએ ફાયનાન્સિયલ કોર્પ અને ઈન્ટ્રસ્ટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના રેટિંગને પણ ડાઉનગ્રેડ કર્યું છે અને તેને સમીક્ષા હેઠળ મૂક્યું છે.

અગાઉ, મૂડીઝે સિગ્નેચર બેંકને અગાઉ ‘C’ રેટિંગ સોંપ્યું હતું. પરંતુ સોમવારે, ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેંકનું ડેટ રેટિંગ પણ જંક ટેરિટરી પર ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું. એજન્સીનું આ પગલું યુએસ બેન્કિંગ સેક્ટર માટે મોટો ફટકો છે.

અમેરિકામાં બેંક ક્રેશને કારણે ૨૦૦૮ જેવી મંદીનો ખતરો ગાઢ થવા લાગ્યો છે. તે વર્ષે બેંકિંગ ફર્મ લેહમેન બ્રધર્સે પોતાને નાદાર જાહેર કર્યા હતા. આ પછી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી અને અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ.

જાે તમે અમેરિકાના બેંકિંગ ઈતિહાસ પર નજર નાખો તો ૨૦૦૮ પછી બેંકિંગ સેક્ટરમાં બીજું મોટું શટડાઉન સિલિકોન વેલી બેંકનું બંધ હતું. આ પછી તરત જ, ત્રીજી સિગ્નેચર બેંક અને હવે ફર્સ્ટ રિપબ્લિકના રૂપમાં ચોથી બેંક બંધ થવાના આરે છે.

દરમિયાન અમેરિકામાં બેન્કિંગ સેક્ટરની આ સુનામીમાં ડૂબી ગયેલી બેન્કોની યાદીમાં વધુ નામો સામેલ થવાની શક્યતા અનુભવી અમેરિકન રોકાણકાર બિલ એકમેને વ્યક્ત કરી છે. સિલિકોન વેલી બેંક ઘણી બેંકોને અસર કરશે. એકમેનના મતે યુએસ ઓથોરિટીના હસ્તક્ષેપ બાદ પણ ઘણી બેંકો ડૂબી જવાની સંભાવના છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.