Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પૂર્વ પતિ શાલિન ભનોતના વખાણ કરીને ફસાઈ Daljit Kaur

મુંબઈ, દલજીત કૌર લગ્નજીવનને બીજી તક આપવા જઈ રહી છે અને મૂળ યુકેના નિખિલ પટેલ સાથે ૧૮ માર્ચે મુંબઈના ગુરુદ્વારામાં પરણવાની છે.

આ પહેલા તેણે શાલિન ભનોત સાથે લગ્ન કર્યા હતા. સીરિયલ ‘કુલવધૂ’માં સાથે કામ કરતી વખતે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને ૨૦૦૯માં તેઓ પતિ-પત્ની બન્યા હતા. જાે કે, કેટલાક વર્ષ બાદ તેમના સંબંધોમાં ખટાશ આવી હતી અને ૨૦૧૫માં ડિવોર્સ લીધા હતા. આ સમયે એક્ટ્રેસે તેની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ હવે તે જૂના વિખવાદને ભૂલી ગઈ છે. Daljit Kaur caught by praising ex-husband Shalin Bhanot

હાલમાં મીડિયા સાથે વાતચીત કરતાં એક્ટ્રેસ પૂર્વ પતિ વિશે એવું કંઈક બોલી ગઈ હતી કે લોકોએ તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાત એમ છે કે, લગ્નને આડે થોડા જ દિવસની વાર હોવાથી દલજીત કૌર તેની તૈયારીમાં લાગી ગઈ છે. મંગળવારે સાંજે તે મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક નેલ આર્ટ સ્ટુડિયોમાં પહોંચી હતી.

આ સમયે મીડિયા સાથે વાતચીત કરતાં BB16ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ શાલિન ભનોતને મળેલા નવા શો ‘બેકાબૂ’ માટે તેણે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે શાલિન અને મારા સંબંધો… હું સૌથી વધારે નારાજ શાલિનથી થાઉ છું.

પરંતુ એક વસ્તુ નક્કી છે કે, તે વોટ અપીલ હોય કે ગમે તે, હું ઈચ્છું છું કે તે જીવનમાં પ્રગતિ કરે અને હું ખુશ છું કે શાલિન જીવનના એક તેવા તબક્કામાં છે, જ્યાં તે એક સારો શો કરી રહ્યો છે. તે સારો એક્ટર છે, તે મહેનતુ છે. તે સારો ડાન્સ પણ છે. તે જે ઈચ્છતો હતો તે મળી ગયું હોય તેમ લાગે છે.

હું ખુશ છું કે તે હવે વ્યસ્ત રહેશે અને કામ કરશે. શાલિન આ સમયે તે બ્રેકને હકદાર છે, કારણ કે તે ડાન્સર હોય કે એક્ટર. પરંતુ તે પહેલાથી સારો કલાકાર છે.

આખરે તેને એક સારું પ્લેટફોર્મ મળી ગયું. દલજીત કૌરના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું હતું કે ‘જે પુરુષે શારીરિક અને માનસિક શોષણ કર્યું હોય તે મહિલા તેના વિશે આમ કેવી રીતે બોલી શકે. શાલિને તેને નવજાત દીકરાને તરછોડી દીધો હતો. મેં તેને બાળકને હાથમાં લઈને કોર્ટમાં જતાં હોય છે. આ એક ખોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મજબૂત મહિલાઓ આ રીતે જૂકતી નથી’. તો એક યૂઝરે લખ્યું હતું ‘તેને આટલો પસંદ કરે છે તો પછી અલગ જ કેમ થઈ?’, અન્ય એક યૂઝરે પણ આ જ વાત લખી હતી કે ‘જાે બધું ઠીક હતું તો કેમ તેને છોડી દીધો?’. કેટલાકે બંનેને સાથે આવવા માટે વિનંતી કરી હતી.

દલજીત કૌરે જ્યારે ડિવોર્સ અરજી આપી ત્યારે દાવો કર્યો હતો કે, ડિલિવરી સમયે તે સી-સેક્શન નહોતી ઈચ્છતી પરંતુ શાલિને ડોક્ટરોને ઈન્ફ્લુએન્સ કર્યા હતા. લગ્નની શરૂઆતથી જ શાલિન તેના પેરેન્ટ્‌સની સામે ઘરેલુ હિંસા આચરતો હતો. ૨૦૧૫માં ડિવોર્સ થયા ત્યારે દીકરા જેડનની કસ્ટડી એક્ટ્રેસને સોંપવામાં આવી હતી અને શાલિન પાસે તેને મળવાનો અધિકાર છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers