Western Times News

Gujarati News

મહારાષ્ટ્રની સ્થિતિ ૧૯૯૮ની ઉત્તરપ્રદેશ જેવી બની ગઇ

ઉત્તરપ્રદેશમાં ૧૯૯૮માં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બની હતી ત્યારે સુપ્રીમ કોર્ટે બહુમતિ પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો

નવીદિલ્હી, મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંધર્ષ પર વિરામ લગાવવા માટે બહુમતિ પરીક્ષણ કરાવવાનો એક વિકલ્પ હોઇ શકે છે કારણ કે આથી પરેશાનીઓના હલ કરવાની આશા છે. કોંગ્રેસ એનસીપી અને શિવસેના સતત કહી રહી છે કે તેની પાસે સરકાર બનાવવા માટે જરૂરી બહુમતિ છે અને નવનિયુકત સરકાર લધુમતિમાં છે શનિવારે તમામને ચોંકાવતા દેવેન્દ્ર ફડનવીસે બીજીવાર રાજયના મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા જયારે ભાજપની વિરોધી પાર્ટી એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના સોગંદ લીધા હતાં.

મહારાષ્ટ્રના રાજકીય નાટક પર આવતીકાલે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપશે. મહારાષ્ટ્‌ની સ્થિતિએ ઉત્તરપ્રદેશમાં ૧૯૯૮માં બનેલ ઘટનાને તાજી કરી દીધી છે.ઉત્તરપ્રદેશમાં ૧૯૯૮માં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ બની હતી ત્યારે સુપ્રીમ કોર્ટે બહુમતિ પરીક્ષણ કરાવવાનો આદેશ આપ્યો હતો તે સમયે રાજયપાલ રોમેશ ભંડારીએ કલ્યાણસિંહને મુખ્યમંત્રી પદને બરતરફ કર્યા હતાં અને કોંગ્રેસના નેતા જગદંબિકા પાલને તેમની જગ્યાએ મુખ્યમંત્રી નિયુકત કર્યા હતાં.

૧૯૯૮માં જગદંબિકા પાલ વિરૂધ્ધ ભારતીય સંધ અને અન્ય મામલામાં સુપ્રીમ કોર્ટે બહુમતિનો આદેશ આપ્યો હતો.જેમાં કલ્યાણસિંહના સમર્થનમાં ૨૨૫ અને જગંદબિકા પાલને ૧૯૬ મત મળ્યા હતાં અધ્યક્ષના આચરણની ખુબ ટીકા થઇ હતી કારણ કે તેમણે ૧૨ સભ્યોને પક્ષપલ્ટા કાનુન હેઠળ અયોગ્ય ઠેરવવાના મામલામાં આપવામાં આવેલ પોતાના નિર્ણયને રદ કરી દીધો હતો. ત્યારે પણ સિંહની પાસે ગૃહમાં પૂર્ણ બહુમતિ હતી આ પહેલા કલ્યાણસિંહના બહુમત પરીક્ષણની ઓફરને રાજયપાલે પહેલા રદ કરી દીધી હતી જા કે તે બીજીવાર રાજયના મુખ્યમંત્રી બન્યા.

જો એકથી વધુ લોકો સરકાર બનાવવાનો દાવો કરે અને બહુમતિ સ્પષ્ટ ન હોય તો રાજયપાલ એ જોવા માટે એક વિશેષ સત્ર બોલાવી શકે છે જેથી એ જોઇ શકાય કે કોની પાસે બહુમતિ છે કેટલાક ધારાસભ્યની ગેરહાજરી થઇ શકે છે કે મત ન આપવાનો સ્વીકાર કરી શકે છે.આવી સ્થિતિમાં બહુમતની ગણના વર્તમાન અને મતદાનના આધાર પર કરવામાં આવી છે.મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિમાં ફડનવીસ પહેલા જ મુખ્યમંત્રી અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે સોગંદ લઇ ચુકયા છે.જયારે કોંગ્રેસ એનસીપી અને શિવસેનાએ તેમની વિરૂધ્ધ અદાલતનો દરવાજા ખખડાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.