Western Times News

Gujarati News

ફડણવીસની પત્ની Amruta Fadanvisને લાંચ ઓફર કરવાના આરોપમાં ડિઝાઈનરની ધરપકડ

મુંબઈ, ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડવણીસની પત્ની અમૃતાને તેના પિતાની મદદ કરવા માટે રુપિયા એક કરોડની લાંચ આપવાના અને બ્લેકમેલ કરવાના પ્રયાસના આરોપમાં એક ૨૬ વર્ષીય યુવતીની ઉલ્હાસનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં ફડવણીસ કે જે ગૃહ વિભાગને નિયંત્રિત કરી છે. તેઓએ વિધાનસભામાં કહ્યું કે, તેઓએ ફેબ્રુઆરી મહિનામાં ફરિયાદ નોંધાવી હતી. Designer arrested for offering bribe to Amruta Fadanvis

એ સમયે એક ફેક વિડીયોનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હતી કે તેઓ પોતાની નોકરી ગુમાવી દેશે. એકમાં આરોપી ૨૬ વર્ષીય અનિક્ષા જયસિંઘાનીને બેગમાં રુપિયા ભરતી બતાવવામાં આવી છે અને બીજામાં એ જ બેગને તેમની ઘરેલુ મદદ કરનારાને સોંપતા બતવાયા છે. તેઓએ જણાવ્યું કે, એવું લાગી રહ્યું છે કે આનો હેતુ તેઓને મુશ્કેલીમાં નાખવાનો અને તેમના પરિવારને ફસાવવાનો હતો.

મને એ વાતનું દુઃખ છે કે રાજકારણ કયા સ્તરે પહોંચી ગયુ છે. જાે આમાં કંઈ રાજકારણ જેવું હશે તો હું કંઈ કહી શકતો નથી, કારણ કે કોઈ પણ નથી જાણતું કે તેના પર કેટલો વિશ્વાસ કરવો.

અમૃતા ફડણવીસે ગઈ ૨૦ ફેબ્રુઆરીના રોજ માલાબાર હિલ પોલીસ સ્ટેશનમાં અનિક્ષા અને તેના પિતા અનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે એક કુખ્યાત ક્રિકેટ બુકી છે. જેની સામે ગુનાહિત કાવતરું અને લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

અમૃતાએ કહ્યું કે, અનિક્ષાએ તેને કપડાં અને જ્વેલરી પ્રમોટ કરવા માટે જાહેર કાર્યક્રમોમાં તેના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા કપડાં પહેરવા માટે વિનંતી કરી હતી. તેઓએ જણાવ્યું કે, અનિક્ષાએ અનેક અગ્રણી રાજકારણીઓ અને પોલીસકર્મીઓના નામ પણ આપ્યા હતા. આ સિવાય ઉદ્ધવ ઠાકરેના એમવીએ શાસન દરમિયાન અનિલ જયસિંઘાની સામેના કેસો છોડવાની પ્રક્રિયા શરુ થઈ હતી.

એક વાતચીતમાં તેણે કહ્યું કે, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરના સમયમાં અમારા કેસ પાછા લેવામાં આવી રહ્યા હતા અને એ સમયે તમે આવ્યા બાદ તે બંધ થઈ ગયા હતા. ફડણવીસે બાદમાં મીડિયાને કહ્યું કે, શક્ય છે કે એમવીએ સરકાર દરમિયાન તેઓએ તેમના કેસો રદ્દ કરવા માટે આ ષડયંત્ર રચ્યુ હોય.

એક વખત સરકાર બદલાયા બાદ તેમને લાગ્યું હશે કે બ્લેકમેલ કરીને આ મેળવી શકાશે. માલાબાર હિલ અને ઉલ્હાસનગર પોલીસે અનિક્ષાને મુંબઈ પરત લાવતા પહેલાં ઉલ્હાસનગરમાં માયાપુરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં તેના ઘરે ઓછામાં ઓછી છ કલાક સુધી પૂછપરછકરી હતી.

તેના ભાઈ અક્ષનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેણે બેચેની અનુભવવાની ફરિયાદ કરી હતી અને બાદમાં હોસ્પિટલમાં ભરતી થઈ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, પોલીસે તેમની પાસેથી અનેક ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ કબજે કર્યા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.