Western Times News

Gujarati News

Alia bhattએ પતિ સાથે લંડનમાં ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો બર્થ ડે

મુંબઈ, આલિયા ભટ્ટે પરિવારના સભ્યો તેમજ મિત્રો સાથે લંડનમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો અને બેસ્ટ ટાઈમ એન્જાેય કર્યો હતો. એક્ટ્રેસ, જે બુધવારે ૩૦ વર્ષની થઈ, તેણે તેણે બર્થ ડે ડિનરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે, જેમાં તે પતિ રણબીર કપૂર, મમ્મી સોની રાઝદાન, બહેન શાહીન કપૂર અને અન્ય કેટલાકની સાથે દેખાઈ.

આલ્મબના પહેલા ફોટોમાં તે કેકની પાસે આંખો બંધ કરીને બેસેલી દેખાઈ, તે કોઈ વિશ માગી રહી હોય તેમ લાગી રહ્યું છે અને તેણે પિંક કલરનું જમ્પર પહેર્યું છે. Alia Bhatt celebrated her birthday in London with her husband

બીજા ફોટોમાં તે રણબીરને ભેટીને પોઝ આપતી જાેવા મળી, જેણે બ્લેક કલરના ટીશર્ટની સાથે મેચિંગ ડેનિમ પહેર્યું છે અને વાળને બાંધીને રાખ્યા છે. પોસ્ટમાં ત્રીજી તસવીર આલિયાની બહેન શાહીનની છે, જે કારમાં બેઠી છે અને બ્લેક કલરનું જેકેટ પહેર્યું છે. તે પછીની તસવીરમાં એક્ટ્રેસ ક્લોઝ ફ્રેન્ડ તાન્યા સાહા ગુપ્તા સાથે જાેવા મળી. અન્યમાં તે મમ્મી સોની રાઝદાન સાથે દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

એક તસવીરમાં ‘બર્થ ડે ગર્લ’ સેલિબ્રેશનમાં સામેલ થયેલા તમામ ખાસ લોકો સાથે જાેવા મળી. તે પછીની તસવીરમાં તે સ્પગેટી એન્જાેય કરી રહી છે અને છેલ્લી તસવીર ક્રીમ અને સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરેલા ડેઝર્ટ છે. આ સાથે તેણે થર્ટી લખ્યું છે અને સન ઈમોજી ડ્રોપ કરી છે.

આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં કેટલાક ફેન્સે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કેટલાકે તેને ક્વીન કહી. શિબાની દાંડેકરે હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા તો સૌફી ચૌધરીએ લખ્યું ‘તું હંમેશા ચમકતી રહેજે. ગત વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ આલિયા ભટ્ટ નવેમ્બરમાં દીકરી રાહાની મમ્મી બની હતી.

ત્યારથી તેઓ ખૂબ જ પ્રોટેક્ટિવ માતા-પિતા છે. કપલ તેમના વ્યસ્ત શિડ્યૂલમાંથી રાહા માટે સમય કાઢી લે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કરિયરના પીક પર મા બનવા અંગે અને બધું બેલેન્સ કરવા વિશે વાત કરી હતી.

હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે, તે નિયમિત લાગણી છે પરંતુ તમે શ્રેષ્ઠ કરી રહ્યા છો તે પોતાની જાતને કહેવું જરૂરી છે. વધુમાં, માતાઓ માટે જરૂરી મેટરનિટી લીવ લેવી પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જ્યારે બ્રેસ્ટફીડિંગ કરાવતી હોય.

આ સાથે તેણે દરેક કોર્પોરેશન અને બિઝનેસને ન્યૂ મોમને જરૂરી મેટરનિટી લીવ આપવા માટે પણ મેસેજ આપ્યો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ખૂબ જલ્દી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે, જે જુલાઈમાં રિલીઝ થશે.

આ સિવાય તેની હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ પણ થિયેટરમાં આવવા તૈયાર છે. તેની પાસે ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’ છે, જેમાં કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers