Western Times News

Gujarati News

ભાજપ વચન પૂર્ણ કરે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ડાલ્ટનગંજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું હતું. પોતાની પ્રથમ ચૂંટણી રેલીમાં મોદીએ અનેક સંવેદનશીલ મુદ્દા ઉઠાવ્યા હતા. રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ભાજપ જે સંકલ્પ લે છે તેને પુરા કરે છે. કાશ્મીરમાં કલમ ૩૭૦ અને અયોધ્યા વિવાદની તરફ ઇશારો કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ જે વચનો આપે છે તે પુરા કરે છે જ્યારે બાકીના દળો સમસ્યાઓને લટકાવીને વોટ બેંક ઉપર ધ્યાન આપે છે.

ઝારખંડમાં પોતાની પ્રથમ ચૂંટણી સભામાં કેન્દ્રીયમંત્રી અમિત શાહે પણ ૨૧મી નવેમ્બરના દિવસે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ આજે ઝંઝાવતી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ભાજપે જે પણ વચનો આપ્યા છે તે પુરા કર્યા છે. કેટલા પણ મુશ્કેલ કામ હશે તો પણ તેને પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસનું કામ કરવાની રીત સમસ્યાઓ ટાળીને મત માંગવા માટેની રહી છે.

આજ કારણસર કલમ ૩૭૦ને પણ દશકોથી લટકાવીને રાખવામાં આવી હતી. ભગવાન રામની જન્મભૂમિ વિવાદનો મામલો પણ દશકોથી આજ કારણસર અટવાયેલો હતો. કોંગ્રેસે ઇચ્છા શક્તિ દર્શાવી ન હતી. જા ઇચ્છા શક્તિ દર્શાવી હોત તો રામ જન્મભૂમિ વિવાદનો ઉકેલ પણ આવી શક્યો હોત પરંતુ પોતાની વોટ બેંકની ચિંતા રાખી હતી. દેશ અને સમાજનું નુકસાન કર્યું હતું.

પ્રદેશમાં સત્તારુઢ ભાજપ સરકારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ સરકારે નવા ઝારખંડ માટે સામાજિક ન્યાયના પાંચ સુત્રો પર કામ કર્યું છે જેમાં સ્થિરતા, સુશાસન, સમૃદ્ધિ, સન્માન અને સુરક્ષાની બાબતનો સમાવેશ થાય છે. ભાજપે ઝારખંડને સ્થિર  સરકાર આપી છે. ઝારખંડમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરવા માટે દિનરાત એક કરી દીધા છે.

પારદર્શી વ્યવસ્થા ઉભી કરી છે. મોદીએ ઝારખંડમાં નક્સલવાદની સમસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નક્સલવાદ અને અપરાધની ગતિવિધિને રોકવા માટે તમામ પ્રયાસો થયા છે. ભયમુક્ત વાતાવરણ માટેના પ્રયાસો થઇ રહ્યા છે. કારણ કે આ રાજકીય અÂસ્થરતા હતી. હાલમાં ભાજપ સરકાર નક્સલવાદને સમાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે.

૨૦૨૨ સુધી દેશમાં દરેક ગરીબને પાકા મકાન આપવાનું વચન આપવામાં આવ્યું છે. આજે દેશમાં દરેક ગરીબ પરિવારને પાકા મકાન મળી રહ્યા છે જે લોકોને હજુ મળ્યા નથી તેમને ખાતરી આપવામાં આવે છે કે, કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. ૨૦૨૨માં જ્યારે સ્વતંત્રતાના ૭૫ વર્ષ થશે ત્યારે કોઇ એવો પરિવાર રહેશે નહીં જેની પાસે પાકા મકાન હશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.