Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Bhojpuri Film Awards શોમાં રશ્મિ-જેક્લિને લૂંટી મહેફિલ

મુંબઈ, Bhojpuri Film Awards શોમાં ગોવિંદા સહિત રશ્મિ દેસાઈ અને જેક્લિન ફર્નાંજિસ સુધી સેલેબ્સે હાજરી આફી હતી. આ શોમાં બંને એક્ટ્રેસે સ્ટેજ પરફોર્મન્સ પણ આપી હતી, જે ખૂબ જ ધમાકેદાર રહી છે. બંને હીરોઇને અવોર્ડ શોમાં સારી એવી લાઇમલાઈટ લીધી હતી.

વળી ગોવિંદા પણ કોઈથી ઓછો નથી. એવોર્ડ શોમાં ગોવિંદાએ સાઉથ ક્વિન હર્ષિકા પૂનાચાની સાથે સ્ટેજ પર પરફોર્મન્સ આપી હતી. તેની સાથે ભોજપુરી એક્ટ્રેસે શુભિ શર્મા પણ જાેવા મળી હતી. રશ્મિ દેસાઈ અને જેક્લિન ફર્નાંડિસે પણ એવોર્ડ નાઇટમાં પોતાના એક ચાર્ટ બસ્ટર ગીતમાં લાજવાબ ડાન્સ મૂવ્સ બતાવ્યા હતાં.

જેક્લિન પીળા રંગના સ્ટાઇલિશ ઘાઘરામાં જાેવા મળી હતી અને રશ્મિએ બ્લેક આઉટફીટ પહેરેલું હતું. આ સાથે જ જેક્લિનના હાથોથી પવન સિંહને બેસ્ટ સિંગરનો એવોર્ડ મળ્યો તો તે ખુશીથી ઝૂમી ઉઠ્‌યો અને તેના માટે ‘લોલીપોપ’ ગીત પણ ગાઈને સંભળાવ્યુ. તે સમયે નજારો જાેવાલાયક હતો.

જાે વાત કરીએ કે કયા સ્ટાર્સને કયો એવોર્ડ મળ્યો તો સાઉથ ક્વિન હર્ષિકા પૂનાચાને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો એવોર્ડ ફિલ્મ ‘હમ હૈ રાહી પ્યાર કે’ માટે મળ્યો હતો. પવન સિંહને ‘હમારા સ્વાભિમાન’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. સ્મૃતિ સિન્હાને બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ મળ્યુ છે.

આ સાથે જ રાની ચેટર્જીને સોશિયલ મીડિયા ક્વિન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અયાઝ ખાનને બેસ્ટ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. સંજય પાંડેને બેસ્ટ સપોર્ટિંગ રોલ ‘સસુરા બડા સતાવેલા’ માટે આપવામાં આવ્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers