Western Times News

Gujarati News

એન.એલ. રૂરલ ડેવ.ફંડ અને અરવિંદ લીમીટેડ દ્વારા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને અરવિંદ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બીસીઆઇ કાર્યક્રમના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તારીખ ૧૭- ૩- ૨૦૨૩ ના રોજ ઈડર મુકામે કરવામાં આવી. આ કાર્યક્રમમાં બીસીઆઇના કાર્યક્રમમાં જાેડાયેલ ખેડૂત બહેનો અને સખી મંડળની બહેનો અને કુલ ૨૫૦ બહેનોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ચીફ મેનેજર શ્રી કાંતિભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. અરવિંદ લિમિટેડના નિશીકુમારીએ ખેતીમાં બહેનોની ભાગીદારી અને જવાબદારી વિશે સમજ આપી હતી. શ્રી સમીરભાઈ પ્રજાપતિ ખેતીમાં ઓછી ઝેરી અસર વાળી દવાઓનો વધુ ઉપયોગ કરવા તેમજ ઓર્ગેનિક દવાઓના ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉકરડામાંથી સેન્દ્રીય ખાતર બનાવવા માટે બેક્ટેરિયાનો ઉપયોગ કરીને એક ઉત્તમ કક્ષાના સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવા અને તેનાથી જમીનની ફળદ્રુપતા ઓછું નિંદામણ અને જમીનની ગુણવત્તા જળવાઈ રહે તેના પર ભાર મૂક્યો હતો.

NRLM-GLPC હિંમતનગર થી આસી. પ્રોજેક્ટ મેનેજર શ્રી સ્વીટીબેન પટેલે સખી મંડળોને સરકાર દ્વારા મળતી સહાય રિવોલ્વિંગ ફંડ વગર વ્યાજની લોન અને ગ્રામ્ય સ્તરે ધંધાકીય એકમો કરીને સ્વરોજગારી મેળવવા ઉપર ભાર મૂક્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી વર્ષાબેન મહેતાએ મહિલા દિવસ વિશે વાત કરી મહિલાઓને જાગૃત થવું જાેઈએ તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે મહિલાઓના નામે કોઈ મિલકત હોતી નથી.

મહિલાઓએ પોતાના હક માટે લડવું જાેઈએ. અલગ અલગ દેશોએ લડત લડી કે મહિલાઓ અને ભાઈઓનું વેતન એકસરખું કરવાની વાત કરી સંગઠન ઊભું કરવું બચત કરવી લોન મેળવવી આજીવિકા વધારવા પ્રવૃત્તિ કરવી આ કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાએ બહેનો દ્વારા ઉત્તમ કક્ષાની કામગીરી થતી હોય તેવા પાંચ બહેનોનું સન્માન કરવામાં આવ્યું અને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નરોતમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ ફંડના બીસીઆઇ પ્રોજેક્ટના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.