Western Times News

Gujarati News

ચીનમાં સોશિયલ મીડિયા પર મોદીને લોકો સન્માન આપે છે

નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ છતાં ચીનના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશેષ સન્માન ધરાવે છે. અમેરિકી મેગેઝિન ‘ડિપ્લોમેટ’માં છપાયેલા એક લેખ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચીનના લોકો આદરપૂર્વક ‘મોદી લાઓક્સિયન’ કહે છે, જેનો અર્થ છે ‘મોદી અમર છે’. હાલમાં જ્યારે બંને દેશોના સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોમાં આટલું સન્માન મળવું ખરેખર મોટી વાત છે.

ડિપ્લોમેટમાં લખાયેલો આ લેખ જણાવે છે કે ‘ભારતને ચીનમાં કેવી રીતે જાેવામાં આવે છે?’ ચાઇનીઝ સોશ્લ મીડિયા ખાસ કરીને સિના વેઇબો (ચીનમાં ટિ્‌વટર જેવુંજ) તેના વિશ્લેષણ માટે પ્રખ્યાત પત્રકાર મુ ચુનશાને પણ પીએમ મોદી વિશે ઘણું બધું કહ્યું છે. ચુનશાનના જણાવ્યા મુજબ, મોટાભાગના ચીનના લોકોને લાગે છે કે મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વના મોટા દેશો વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે. સિના વેઈબોના ૫૮૨ મિલિયનથી વધુ સક્રિય યૂઝર્સ છે.

ચુનશાન કહે છે કે ચાઈનીઝ ઈન્ટરનેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક અલગ ઉપનામ છેઃ ‘મોદી લાઓક્સિયન’. લાઓક્સિઅન અમુક વિશેષ ક્ષમતાઓ ધરાવતા વૃદ્ધ અમર માણસનો ઉલ્લેખ કરે છે. ચીનમાં ઈન્ટરનેટ યૂઝર્સને લાગે છે કે મોદી અન્ય નેતાઓની તુલનામાં અલગ અને આશ્ચર્યજનક પણ છે. ચુનશાન તેમના (પીએમ મોદીના) પહેરવેશ અને શારીરિક દેખાવ બંને તરફ ધ્યાન દોરે છે, જેમને લાઓક્સિયન તરીકે જાેવામાં આવે છે અને તેમની કેટલીક નીતિઓ ભારતની અગાઉની નીતિઓથી અલગ છે.
અન્ય મોટા દેશો સાથેના ભારતના સંબંધો અંગે તેમણે કહ્યું કે રશિયા હોય, અમેરિકા હોય કે ગ્લોબલ સાઉથના દેશો હોય ભારતના તે બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, જેની કેટલાક ચીની નાગરિકો ખૂબ જ પ્રશંસા કરે છે.

ચુનશાને લખ્યું કે તેથી ‘લાઓક્સિઅન’ શબ્દ મોદી પ્રત્યે ચીનની જનતાની લાગણી દર્શાવે છે, જે જિજ્ઞાસા, વિસ્મયનું સંયોજન છે. હું લગભગ ૨૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય મીડિયાને કવર કરી રહ્યો છું અને ચીની લોકો માટે કોઈ વિદેશી નેતાને ઉપનામ મળવું એ મોટી સિદ્ધી સમાન બાબત છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમણે ચીનની જનતાના જનમત પર છાપ છોડી છે.

મોદી ચીનમાં પણ પ્રખ્યાત છે, કારણ કે તેમનું સિના વેઇબો (ટિ્‌વટર જેવું) એકાઉન્ટ હતું અને તેના દ્વારા તેઓ ચીનની જનતા વચ્ચે તેમના અભિપ્રાય રજૂ કરે હતા. આ એકાઉન્ટ ૨૦૧૫માં બનાવવામાં આવ્યું હતું અને તેના ૨.૪૪ લાખથી વધુ ફોલોવર છે. જાેકે, ભાજપના મહાસચિવ (સંગઠન) બી. એલ. સંતોષના કહેવા પ્રમાણે ભારત સરકારે ૫૯ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેમણે જુલાઈ ૨૦૨૦માં વેઈબો છોડી દીધું હતું. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.