વલસાડ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેલનેસ કપ ૨૦૨૩ – દંગલ – ૬ નું આયોજન
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ શહેરના મોંઘા ભાઈ હોલની બાજુમાં સ્ટેડિયમ રોડ પર આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વેલનેસ રેમીડીઝ પ્રા. લિમિટેડ આયોજિત વેલનેસ કપ ૨૦૨૩ , દંગલ- ૬ ,દક્ષિણ ગુજરાતના ડૉક્ટર્સ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વેલનેસ કપ નું છેલ્લા છ વર્ષથી આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ ,સુરત ,ચીખલી ,બીલીમોરા , પારડી અને વાપી ના લગભગ ડોક્ટરો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેતા આવ્યા છે. આ વેલનેસ કપ – ૨૩ , ક્રિકેટ ટુર્નામેન્ટ માં બધી મળીને દસ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં સુરત ની બે (૨) ટીમ,વલસાડ ની પાંચ (૫) ટીમ,ચીખલી અને બીલીમોરા ની એક (૧) ટીમ અને વાપી ની બે (૨) ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
વેલનેસ ક૫–૨૩ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વેલનેસ રેમીડીઝના માલીક શ્રી ભાવિનભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ ઉર્ફે શિવાભાઈ દેસાઈ ધ્વારા તા.૧૯/૦૩/૨૦૨૩ ના રવિવારના રોજ કરવામાં આવ્યુ હતુ. વેલનેસ કપનું છેલ્લા ૬ વર્ષથી આયોજન થાય છે જેમાં વલસાડ/સુરત/ ચીખલી / બીલીમોરા/ પારડી/વાપી ના ખ્યાતનામ ડોકટર ઉત્સાહપુર્વક ભાગ લે છે. આ વખતે વેલનેસ ૧૫-૨૦૨૩ તા.૧૯/૦૩/૨૦૨૩ રવિવારના રોજ રમાડવામાં આવ્યો હતો. જેનું ઉદઘાટન વાપી હરિયા હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટરશ્રી એસ.એસ. સીંગ સાહેબ ઘ્વારા કરવામાં આવ્યુ હતું. આ ઉદઘાટન પછી સ્વ.ડો. દિનેશભાઈ વૈદ્ય (ડુંગરી)ના શ્રધ્ધાંજલિ અર્થે ૨-મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦–ટીમોએ ભાગ લીધો હતો. જેને બે-ગ્રુપમાં વહેંચી હતી. ગ્રુપ-૧, એરોરનેસ કપ જેમાં ૪–ટીમ હતી અને ગ્રુપ પરોવેલ કપ જેમાં ૬–ટીમે ભાગ લીધો હતો. ગ્રુપ-૧ ની ટીમે લીગમેચ રમી હતી. જયારે ગૃપ–૨ નોકાઉટ રાઉન્ડ હતો. આ વેલનેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં ગૃપ-૧ માં ડો. સમીરભાઈ દેસાઈ,વલસાડની ટીમ વિરુધ્ધ ડો. ઈલેશભાઈ શાહ, વાપીની ટીમ રમી હતી. જેમાં ડો. ઈલેશભાઈ શાહની ટીમે-૮ ઓવરમાં ૫૮ રનનો લક્ષ્ય આપ્યો હતો. જયાં ડોકટર સમીરભાઈની ટીમે ૪૫–રન કર્યા હતા. ગૃપ-૧ માં ડો. ઈલેશભાઈની ટીમ વાપી વિજેતા બની હતી, અને ડોકટર સમીરભાઈની ટીમ,વલસાડ રનર્સઅપ બની હતી.