Western Times News

Gujarati News

ભાજપ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટીઃ વોલ સ્ટ્રીટ

વોશિંગ્ટન, અમેરિકાના એક ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપ પાર્ટીના વખાણ કર્યા હતા. તેમણે એક આર્ટીકલ પ્રકાશિત કરતા લખ્યું હતું કે, ભાજપ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી છે. આ પેપરે તેમના આર્ટીકલમાં લખ્યું કે, ભારતમાં સત્તા પક્ષ ધરાવતી પાર્ટી ભાજપને અમેરિકાના રાષ્ટ્રિય હિતો પ્રમાણે જાેઈએ તો તે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી છે. કદાચ આપણી પાસે તેના વિશે ખૂબ ઓછી જાણકારી છે. ભાજપે ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં જીત હાંસલ કરીને દેશની સત્તા પર પોતાનાનો પગ જમાવી દીધો છે. એટલું જ નહીં ભાજપ તરફથી દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેના સભ્યોના આધારે પણ તે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

આ આર્ટીકલમાં અમેરિકાની ઈન્ડો-પેસેફિક વ્યૂહરચના પ્રમાણે ભારત અને જાપાનને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપે સતત બે લોકસભાની ચૂંટણીઓમાં જીત હાંસલ કરી છે અને ૨૦૨૪માં પણ તેઓ જ જીતે એવું લાગી રહ્યું છે. આ લેખમાં આગળ લખવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં ભાજપ જ ભારતના મહત્વપૂર્ણ ર્નિણયો લેવાની સ્થિતિમાં રહેશે. તેમની મદદ વગર ચીનની શક્તિને નિયંત્રિત કરવા અમેરિકી વ્યૂહરચનાનું અમલમાં આવવું અસંભવ રહેશે. તેનું કારણ છે કે તે એવા રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસથી પેદા થઈ છે કે જેના વિશે બિન-ભારતીય લોકોને વધુ જાણકારી નથી.

તેમણે લખ્યું છે કે, ભાજપની ચૂંટણીમાં સફળતા દર્શાવે છે કે તેના વિચારધારાઓ દ્વારા રાષ્ટ્રના પુનઃનિર્માણના વિચાર સાથે દાયકાઓથી શરૂ કરવામાં આવેલ અભિયાન હવે સફળ થઈ રહ્યું છે. આધુનિકીકરણની હિંદુ રીત હવે ભાજપ દ્વારા દેશને આગળ લઈ જઈ રહી છે. આ લેખમાં ભાજપની સરખામણી મધ્ય પૂર્વમાં મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. આ લેખમાં લખ્યું છે કે, ‘મુસ્લિમ બ્રધરહુડની જેમ ભાજપ પશ્ચિમી ઉદારવાદને નકારે છે. જાેકે તે આધુનિક યુગની મોટાભાગની વસ્તુઓ સ્વીકારે છે. ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભારતમાં બીજેપી એક અબજથી વધુ લોકોનું નેતૃત્વ કરી રહી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.