Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દેશમાં મુંબઈ સહિત અનેક સ્થળે વરસાદ, વધુ વરસાદની આગાહી

નવી દિલ્હી, હાલમાં દેશમાં વાતાવરણે જાેરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જાેવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં સપનાની નગરી મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સાવરથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.

તો બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આઈએમડી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. માત્ર મુંબઈ જ નહીં, દેશના અલગ-અલગ ૧૨ રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. SS2.PG

Copyright © All rights reserved. | Developed by Aneri Developers