Western Times News

Gujarati News

શાન એ પંજાબ ટ્રેનના આઠ ડબ્બા અચાનક છૂટા પડી ગયા

પાનીપત, હરિયાણાના પાનીપત જીલ્લામાં સમાલેખા રેલવે સ્ટેશન પાસે મનાના ગામના ફાટક પાસે આજે બુધવાર સવારે ચાલતી શાન એ પંજાબ ટ્રેનના અચાનક આઠ ડબ્બા અલગ થઈ ગયા હતા. અચાનકથી આ રીતે ટ્રેનના આઠ ડબ્બા અલગ થઈ જતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો ગભરાઈ ગયા હતા. તેઓ ડરી રહ્યા હતા કે હવે મોટો એક્સિડેન્ટ થઈ જશે.પરંતુ આ ઘટનામાં કોઈ મોટુ નુકશાન થયુ નથી. દરેક મુસાફરો સુરક્ષિત છે. ટ્રેનના ડબ્બા અલગ થયા પછી જ્યારે ટ્રેન રોકાઈ ત્યારે બધા મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. અને જ્યારે ટ્રેન રોકાઈ તો બધા જાેવા લાગ્યા હતા કે આ ઘટના કઈ રીતે બની હતી.

આ બાબતે મળેલ માહિતી પ્રમાણે ડ્રાઈવરને આ વિશે માહિતી મળી ત્યારે તેણે સમજદારીપુર્વક ગાડીને બ્રેક મારી દીધી અને ધીમે ધીમે ટ્રેનને રોકવામાં આવી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે સવારે શાન એ પંજાબ ટ્રેન નવી દિલ્હીથી પંજાબ જઈ રહી હતી. અને જેવુ ટ્રેને સમાલખા રેલવે સ્ટેશન ક્રોસ કર્યુ ત્યારે સવારના સમયમાં આશરે ૭ વાગ્યાના સુમારે ટ્રેનની લોકની પિન ખુલી ગઈ હતી જેના કારણે ટ્રેનના આઠ ડબ્બા જુદા પડી ગયા હતા.

આ ઘટનાની જાણ જ્યારે ડ્રાઈવર અને ગાર્ડને થઈ ત્યારે તેણે સમજદારીપુર્વક ગાડીને બ્રેક મારી દીધી અને ટ્રેનને થોડે દુર જઈ રોકવામાં આવી હતી.જે પછી આ ઘટના વિશેની સુચના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી હતી તેથી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થલ પર પહોચી ગયા હતા. ઘટના વિશેની સુચના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી હતી તેથી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થલ પર પહોચી ગયા હતા. આ ઘટના બાદ તુરંત એન્જીનિયરોની મદદથી ફરી ટ્રેનના આ ડબ્બાને જાેડી દેવામાં આવ્યા હતા.અને ફરી રવાના કરી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની બની નહોતી. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.