Western Times News

Gujarati News

વધતાં આઈ.વી.એફ. સેન્ટર્સ, ગુડન્યૂઝ કે બેડ ન્યૂઝ?

દર વર્ષે વિશ્વમાં ૯૦ લાખ બાળકોનો જન્મ આઈ.વી.એફ.થી થાય છે ! ભારતમાં આઈ.વી.એફ.નું માર્કેટ ઈ.સ.ર૦ર૭ સુધીમાં ૧૪પ૩ મિલિયન ડોલર્સનું થઈ જશે

ર૦૧૯માં ‘લજ્ઞજ્ઞમ ક્ષયૂત’ મૂવી આવ્યું હતું, જેમાં બાળકો ના થતાં હોય એવા દંપતીઓની વ્યથા હસતાં હસતાં આપણે જાેઈ હતી. એ ફિલ્મમાં આઈ.વી.એફ.ને આધારે બન્ને દંપતી પોતાની બાકની ઈચ્છાને પુરી કરી લે છે. ઘણા લોકોને મોટી ઉંમરે માતા-પિતા બનવાની ઈચ્છા થાય છે. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન અને પછીથી ઘણા લોકો ૪પવર્ષ બાદની ઉંમરે પણ બાળક માગી રહ્યા છે. કોરોનાની એકલતાએ ઘણા માતા-પિતાને આ કેન્દ્રો તરફ વાળ્યા છે. આને લીધે ઘણા તો ‘નિવૃત્તિ’ પછી બાળક મેળવી રહ્યા છે!
આપણાં કુટુંબોમાં નવદંપતીને લગ્ન બાદ ‘બાળક ક્યારે ?’ વાળો પ્રશ્ર સૌથી પહેલા ફેસ કરવો પડે છે. વળી આ પ્રશ્રનો જવાબ ફરજિયાત આપવો પડે છે. બાળક વિનાનું ઘર હંમેશા અધુરું લાગતું રહે છે. બાળક થકી જ કુટુંબનો વંશવેલો આગળ વધી શકે છે. બાળક ના થાય તો કેટલીયે બાધા, માનતા કરવામાં આવે છે, કેટલાયે બાબાઓના આશીર્વાદ લેવા જવું પડે છે. ટૂંકમાં બાળક થાય એ માટેના તમામ રસ્તાઓ અપનાવવા પડે છે !

બાળકનો જન્મ એ એક બાયોલોજિકલ ઘટના છે, જે આપણે વિજ્ઞાનમાં શીખી ગયા છીએ. જાે વિજ્ઞાનમાં એ પાઠને ટીચરે પિન નહીં મરાવી હોય તો… બાળકના જન્મે એના માટે સ્ત્રી કે પુરુષ બન્નેમાં ખામી હોય શકે છે. ભારતમાં આંકડાઓ કહે છે, કે કુલ વસ્તીના ૧૦ થી ૧પટકા પુરુષો ઈન્ફર્ટીલિટીથી પીડાય રહ્યા છે અને હજી આંકડો દર વર્ષે વધી રહ્યો છે અને એટલે જ આજે આપણાં સમાજમાં બાળકોને જન્મ આપવા માટે પણ ટેકનલોજીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે !

છેલ્લા પાંચ વર્ષોમાં ભારતમાં આવા સ્ત્રી-પુરુષોના પ્રમાણમાં ર૦ટકાનો વધારો થયો છે. લાઈફ-સ્ટાઈલમાં આવેલા પરિવર્તનો, સ્થૂળતા, સ્મોકીંગ, દારૂનું વ્યસન, પ્રદુષણ, વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો, તણાવ, બેઠાડું જીવન, મોટી ઉંમરે થઈ રહેલા લગ્નો, આનુવંશિક પરીવર્તન, મોબાઈલનું રેડીયેશન વગેરે કારણોને લીધે બાળક થવામાં તકલીફો વધી રહી છે અને આ તકલીફે ભારતમાં આઈ.વી.એફ. કેન્દ્રોની આવક અને સંખ્યા વધારી દીધી છે.

ઈ.સ.૧૯૭૮માં ઈગ્લેન્ડમાં ‘લુઈસ બ્રાઉન’ આઈ.વી.એફ.થી થયેલું પ્રથમ બાળક હતું. તો ભારતમાં ઈ.સ.૧૯૮૬માં ‘હર્ષા ચાવડા’ પ્રથમ ટેસ્ટ-ટયુબ બેબી હતું. છેલ્લા ૩ વર્ષોમાં ખાસ કરીને શહેરોમાં આઈ.વી.એફ. કેન્દ્રની મુલાકાત લેનારા દંપતિઓની સંખ્યા વધી રહી છે. દર ત્રણ પુરુષોએ એક પુરુષને ઈન્ફર્ટિલીટીની સમસ્યા નડી રહી છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ જેવા શહેરોમાં ૧પટકા પુરુષો આ સમસ્યાથી પીડાય રહ્યા છે. આંકડાઓનું માનીએ તો દર વર્ષે વિશ્વમાં ૯૦ લાખ બાળકોનો જન્મ આઈ.વી.એફ.થી થાય છે !
વધતી ઉંમર સાથે શુક્રાણુની ગતિશીલતા અને ગુણવત્તામાં ઘટાડો થવાને લીધે પુરુષોમાં પ્રજનની સમસ્યાઓ વધી રહી છે. સ્ત્રીઓમાં પણ વધતી ઉંમર સાથે પ્રેગ્રેન્સી ધારણ કરવાની ક્ષમતા ઘટતી જતી હોય છે.

મોટાભાગે ૩પથી ૪૦ વર્ષના દંપતિઓ આ ટ્રીટમેન્ટનો વધુ સહારો લઈ રહ્યા છે. આ ઉંમર બાદ સ્ત્રીઓ અને પુરુષો બન્નેમાં આજકાલ ડાયાબિટીસ બી.પી. થાઈરોઈડ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અને એને કારણે પણ તેઓની પ્રજનન ક્ષમતાઓ ઘટતી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી મોટા મોટા શહેરોમાં આઈ.વી.એફ. સેંટર્સની સંખ્યા વધતી જઈ રહી છે. આ ટ્રીટમેંટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. વળી ઘણીવાર આ સારવાર બાદ બાળક ના થવાની સંભાવનાઓ પણ હોય છે. ભારતમાં ર૦રરમાં આઈ.વી.એફ. સાઈકલની સંખ્યા ર થી ર.પ લાખ જેટલી થઈ હતી, જે ર૦ર૭ સુધીમાં પ લાખ સુધી જઈ શકે એમ છે.

આપણાં દેશમાં ૬પટકા વસ્તી ૩પ વર્ષથી નીચેની છે, અને ઈન્ફર્ટિલીટીની સમસ્યા વધતી જ જઈ રહી છે. મોટી ઉંમરે બાળકો થવાથી બાળકોના ઉછેર બાબતે પણ ઘણી સમસ્યઓ થઈ રહી છે. ભારતમાં આઈ.વી.એફ.નું માર્કેટ ઈ.સ. ર૦ર૭ સુધીમાં ૧૪પ૩ મિલિયન ડોલર્સનું થઈ જશે. આઈ.વી.એફ. કેન્દ્રોનું ભાવિ તો ઉજળું છે. પણ આપણાં સૌનું ? કુદરતી કારણોસર બાળક ના થાય તો આ વિકલ્પ સારો છે, પણ આપણી જીવનશૈલીને લીધે જાે વિકલ્પ પસંદ કરવો પડે તો આપણે સૌએ શું જીવન શૈલી બદલાવવી જરૂરી નથી ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.