ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વખત ધરતી ધ્રુજી

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં ૬.૬ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો તેની અસર ભારતમાં દિલ્હી અને અન્ય રાજ્યોમાં જાેવા મળી હતી, જ્યારે બીજા દિવસે ૨૨મી તારીખે પણ દિલ્હીમાં અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.
જાેકે બીજા દિવસે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાન નહીં પણ ભારતમાં હોવાનું સામે આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં બધા જ જિલ્લાઓમાં આંચકા અનુભવાયા હતા.
૨૧મીએ રાત્રે તો સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપની અસર જાેવા મળી હતી, જ્યારે ૨૨મી તારીખે સાંજે ૪.૪૨ કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો, જેને પગલે લોકો ઓફિસ અને ઘરોમાંથી બહાર નિકળી ગયા હતા. આ ઉપરાંત બીજા દિવસે આવેલા ભૂકંપની અસર હિમાચલ પ્રદેશમાં પણ જાેવા મળી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષ સચિવ સુદેશ મોક્તાએ કહ્યું હતું કે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના ૧૦થી પણ વધુ આંચકા આવી ચુક્યા છે જેની તિવ્રતા ત્રણથી ચાર વચ્ચે રહી છે.
૨૧મી તારીખે રાત્રે ૧૦.૧૭ કલાકે હિંદુ કુશ પ્રાંતમાં સૌથી પહેલા ૬.૬ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ ૨૨મી તારીખે તઝિકિસ્તાન, નેપાળ, દિલ્હી, હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હિમાચલમાં આવેલા ભૂકંપની તિવ્રતા ૨.૮ નોંધાઇ છે.
શિમલા અને મંડી વિસ્તારોમાં અનેક લોકો ખુલ્લા સ્થળોએ આવી ગયા હતા. જ્યારે દિલ્હીમાં બીજા દિવસે પણ આવેલા ભૂકંપની તિવ્રતા ૨.૭ રહી હતી. જેનુ કેન્દ્ર બિંદુપશ્ચિમ દિલ્હી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ભૂકંપના ૧૦ જેટલા નાના આંચકા અનુભવાયા હતા. જાેકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલો નથી.HS1MS