Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે તો કોની મુશ્કેલી વધશે?

(એજન્સી)અમદાવાદ, મહાઠગ કિરણ પટેલને ટૂંક સમયમાં અમદાવાદ લવાશે. ઠગબાજ કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ થઇ ગઇ છે અને આગામી ૮ દિવસમાં કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ક્રાઇમ બ્રાંચ અમદાવાદ લાવશે.

મહત્વપૂર્ણ છે કે જગદીશ ચાવડાનો રૂપિયા ૧૮ કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે.

ઠગ કિરણ પટેલે જગદીશ ચાવડાનો રૂપિયા ૧૮ કરોડનો બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જે મુદ્દે નોંધાયેલી ફરિયાદ અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિરણ પટેલ વિરૂદ્ધ ગુજરાતના ત્રણ શહેરોમાં અલગ અલગ ફરિયાદો નોંધાયેલી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે ગુજરાતના ઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જેણે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે આપી હતી અને હાઈ-પ્રોફાઈલ સુરક્ષા પ્રોટોકોલનો આનંદ માણ્યો હતો. કાશ્મીર ખીણની ફાઈવ સ્ટાર હોટલમાં અનેકવાર રોકાયો હતો.

જાે તમે તેની વાસ્તવિક ઓળખ જાણશો તો તમે ચોંકી જશો. તે નિવૃત્ત ડેપ્યુટી એસપી, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તે ચૂનો લગાડી ચૂક્યો છે. જાેકે હવે એવી વિગતો સામે આવી છે કે આ મહા ઠગે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનો કોન્ટેક કર્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers