Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પોપટની જુબાનીએ મહિલાના હત્યારાને જેલમાં પહોંચાડ્યો

granthshala.in

(એજન્સી)આગરા, મિટ્‌ઠૂ એટલે કે પોપટ એક એવું પક્ષી છે કે જે સંકટના સમયમાં પોતાના માલિકનો જીવ બચાવી શકે છે. પોપટની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે. જાે પોપટને એક વાર કોઈ વાત કહેવામાં આવે તો તે ભૂલતો નથી.

એ પછી માણસનું નામ હોય કે તેનો ચહેરો હોય. યુપીના આગરામાં પોપટની જુબાનીએ મહિલાના હત્યારાઓને જેલમાં પહોંચાડ્યા હતા. કોર્ટે આજીવન કેદની સજા સંભળાવતા દંડ પણ ફટકાર્યો હતો. મહત્વનું છે કે મહિલાની હત્યા બાદ પોપટનું પણ છ મહિના બાદ મોત નીપજ્યું હતું,  પરંતુ મરતા પહેલાં પોપટ હત્યારાઓનો પુરાવો ઘરના લોકોને આપતો ગયો હતો.

૨૦ જાન્યુઆરી, ૨૦૧૪માં આગરામાં રહેતા વિજય શર્મા પોતાનાં દીકરા અને દીકરી સાથે ફિરોઝાબાદમાં લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા. આ દરમિયાન પત્ની નીલમ અને પિતા આનંદ શર્મા પણ હતા. પરત ફર્યા બાદ પત્ની નીલમની હત્યા થઈ હતી અને લૂંટ થઈ હતી.

મહિલાની હત્યા ધારદાર હથિયારથી કરવામાં આવી હતી. ૨૫ ફેબ્રુઆરીના રોજ પોલીસે આરોપી આશૂ ઉર્ફે આશુતોષ ગોસ્વામીની ધરપકડ કરી હતી. હત્યારાનો પુરાવો પાળેલા પોપટ દ્વારા મળ્યો હતો. પોલીસે પોતાની ચાર્જશીટમાં પોપટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મહિલાની હત્યા બાદ પોપટ હીરા ગુમશુમ રહેતો હતો. હીરા મહિલાની સાથે વર્ષોથી રહેતો હોવાથી તેને તેની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો. અંજામ આપ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers