Western Times News

Gujarati News

ડુંગળી મણના ૭૦ રૂપિયા બોલાતા ખેડૂતો ચિંતામાં

ભાવનગર, ભાવનગર જિલ્લામાં મગફળી, ઘઉં, તલ, ચણા, જીરું, લાલ અને સફેદ ડુંગળી, તુવેર, અને કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેના કારણે યાર્ડમાં કપાસ, ઘઉં,ચણા, જીરુ અને મગફળીની સારી એવી આવક થઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો કપાસ વેચવા માટે ખાનગી વાહનો લઇને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યાં છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી ના એક મણના ૭૦ રૂપિયાથી લઈને ૧૮૧ રૂપિયા સુધીના રહ્યાં હતાં. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ૫૮૫૩૧ કટ્ટાની આવક થઈ હતી. ૨૦ કિલોના નીચા ભાવ ૭૦ રૂપિયા અને ઉંચા ભાવ ૧૮૧ રહ્યાં હતાં.

સફેદ ડુંગળીના ૮૪૧૨૬ કટા આવક થઈ હતી. મણના નીચા ભાવ ૨૧૫ રહ્યાં હતાં અને ઊંચા ભાવ ૫૧૧ રૂપિયા રહ્યા હતા. ઘઉં ટુકડા અને લોકવનના ૨૧૪૨ કટ્ટાની આવક થઈ હતી. જેના મણના નીચા ભાવ ૪૦૪ રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ ૮૦૦ રુપિયા સુધી રહ્યા હતા.

નારિયેળના ૫૯૦૫૭ નંગની આવક થઈ હતી. મણનાં નીચા ભાવ ૪૫૦ રહ્યા હતા અને ઉંચા ભાવ ૧૭૫૦ રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેશી ચણાના ૩૩૭ કટા ની આવક થઈ હતી જેના ૨૦ કિલોના નીચા ભાવ ૬૭૦ રહ્યા હતા અને ઊંચા ભાવ ૧૧૪૬ રૂપિયા સુધીના રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.