વિશ્વ રંગભૂમિ દિવસે વિશાલા ખાતે કલાકારોને સન્માનિત કરાયા
હેરિટેજ શહેર અમદાવાદમાં સ્થિત અને વિશ્વભરમાં એક અલગ અંદાઝથી શુદ્ધ ગુજરાતી ભોજન પીરસવા માટે જાણીતા વિશાલા ડિઝાઈનર રેસ્ટોરન્ટએ પૂર્ણ કર્યા સફળતાના ૪૫ વર્ષ
અમદાવાદ, ગુજરાતી વાનગીઓની મજા માણવાની રીતને બદલવાના વિઝન સાથે 1978માં સ્થપાયેલ વિશાલા રેસ્ટોરન્ટનો વિચાર શિક્ષણ દ્વારા સિવિલ એન્જિનિયર, શ્રી સુરેન્દ્ર પટેલ અથવા જેમને પ્રેમથી સુરેન્દ્ર કાકા ના નામ થી ઓળખવામાં આવે છે, એમને આવ્યો હતો.
એક એવું ડિઝાઈનર જગ્યા હોય જે મહેમાનોને માત્ર ભોજન જ નહીં પીરસશે પણ તેમને એક અદભુત અનુભવ પણ આપે. એક એવું જગ્યા જ્યાં મહેમાનો શહેરી સિટીસ્કેપ્સમાંથી છટકી એક ગામઠી અને ઘરેલું વાતાવરણમાં વિશ્વવિખ્યાત ગુજરાતી વાનગીઓનું આનંદ લઇ શકે.
૪૫ વર્ષ થી શ્રી સુરેન્દ્ર પટેલ જે ગુજરાતના એક જાણીતા આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનરોમાંના એક છે એમને અને એના ધર્મ પત્નીશ્રી એ દરેક વિગત પર આતુર ધ્યાન આપીને આ જગ્યાની રચના અને સંચાલન કરી છે.
આજે વિશાલામાં દરેક ઘટકો સીધા ખેડૂતો પાસેથી મેળવવામાં આવે છે. દરરોજ માત્ર તાજી પેદાશો જ ખરીદવામાં આવતી નથી, પરંતુ શ્રી સુરેન્દ્રકાકા પોતે તાજા ફળો, શાકભાજી અને ઘટકોની ખરીદીમાં પણ આતુર સંડોવણી ધરાવે છે. મોટા ભાગના મસાલા અને કાચો માલ મેનેજમેન્ટ ની નજર હેઠળ રસોડાના અત્યંત કડક નિયમોને અનુસરી એક પૌષ્ટિક વાતાવરણમાં તૈયાર કરવામાં આવે છે.
વિશાલાના માલિક સુરેન્દ્રભાઈ એ જણાવ્યું હતું કે, “હું તમામ આદરણીય મહેમાનો, અમદાવાદના નાગરિકો અને ભારતભરના ગુજરાતી ભોજન પ્રેમીઓનો આભાર માનું છું કે જેમણે અમારી 45 વર્ષની લાંબી અને યાદગાર સફરમાં વિશાલાને સાથ આપ્યો છે.
આજે સમયના સાથે સાથે વિશાલા એ પણ મેહમાનો ને આવકારવા માટે અમારી જગ્યામાં ઘણા બધા પરિવર્તનો કર્યા છે. વિશાલામાં આવનાર મેહમાનો ને હવે અમારા વિચાર વાસણ મ્યુઝિયમના સાથે સાથે નવનિર્મિત વિચાર ઓપન આર્ટ ગેલેરી અને ઉમંગ પાર્ટી પ્લોટ જોવાનું પણ આનંદ મળશે.”
૨૭મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ છે. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા અને સાથે મળી વાળું કરવાનો માટે એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટેનું એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું.
૨૭મી માર્ચ ૨૦૨૩ ના એવોર્ડ સમારંભમાં શ્રી અનંગ દેસાઈ, શ્રી ફિરોઝ ભગત, શ્રી દિલીપ વૈષ્ણવ , શ્રી હોમી વાડિયા, શ્રી કુમુદભાઈ રાવલ, શ્રી સિદ્ધાર્થ ખમ્બોલજા, શ્રી પ્રતાપ સચદેઓ, લતેશ શાહ, શ્રી વસંત પરમાર, સુશ્રી અનુષ્કા દીધે,સુશ્રી હેમા મહેતા અને શ્રી તન્મય ખરસાણી જેવા નામાંકિત કલાકારોના સન્માન કરવામાં આવ્યા હતા.
આ સમારંભમાં મુખ્ય મેહમાન તરીકે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ અને રિલાયન્સ કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર માનનીય સાંસદ શ્રી પરિમલ નથવાણી અને અતિથિ વિશેષ રૂપે ગુજરાત રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના સેક્રેટરી માનનીય શ્રી અશ્વ નીકુમાર હાજર રહ્યા હતા.