Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Narendra Modi Stadium:પાર્કિંગથી ગેટ સુધી લઈ જવા ફ્રી શટલ સર્વિસ

અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવનારી IPL ૨૦૨૩ અંતર્ગત GTની કુલ ૭ મેચ યોજાશે. જેમાં આવનારા લોકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુના કુલ ૨૦ પાર્કિંગ સ્થળો બનાવવામાં આવેલ છે.Narendra Modi Stadium: Free shuttle service from parking to gate

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જાેવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે અને વાહન પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. Show My Parking – એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરવાનું રહેશે. જેમાં ટુ વ્હીલર માટે કુલ ૮ પાર્કિંગ અને ફોર વ્હીલર માટે ૧૦ પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની કુલ ક્ષમતા ૧૫,૦૦૦ ટુ વ્હીલર અને ૧૦,૦૦૦ ફોર વ્હીલરની છે.

મેચ જાેવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને આવવાનુ રહેશે. તેમજ આ વખતે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા-લઈ જવા માટે ‘ફ્રી શટલ સર્વિસની’ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

મેચ જાેવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરીને જવું પડશે. પહેલા ‘શો માય પાર્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

ત્યાર બાદ ફોર વ્હીલર અથવા તો ટુ વ્હીલર માટે પાર્કિંગ એડવાન્સ બુક કરવાનું રહેશે. વાહન પાર્કના લોકોશન સુધી પહોંચવા માટે ઊઇ કોર્ડ સ્કેન કરવાનો રહેશે.

QR કોર્ડ સ્કેન કરવાથી વાહન પાર્ક કરવાનું લોકેશન બતાવશે અને એડવાન્સ બુકીંગ કર્યું હશે તો તમે તમારું વાહન લઈ લોકેશન પર પહોંચશો ત્યારે તમારું વાહન પાર્ક કરવા માટે જગ્યા ખાલી હશે. લોકો પોતાનું વાહન વ્યવસ્થિત પાર્કિંગ કરી શકશે અને મેચની મજા પણ માણી શકશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers