Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિલ્હીથી મોંઘી ગાડીઓ લઈ ગુજરાત ચોરી કરવા આવતી ગેંગને ક્રાઈમબ્રાંચે ઝડપી

રેવ પાર્ટી કરવા ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં મચાવી ચૂકી છે આતંક -આ ગેંગમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા ક્રાઇમ બ્રાંચે વ્યક્ત કરી: હાલ આરોપીને ઘાટલોડિયા પોલીસને સોંપ્યો છે

અમદાવાદ, રેવ પાર્ટી કરવા ઘરફોડ ચોરી કરતી દિલ્હીની ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. અમદાવાદમાં ઘરફોડ ચોરી કરે તે પહેલાં ૪ આરોપીની ધરપકડ કરાઈ છે. આ ગેંગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ૪૦ થી વધુ ગુના આચર્યા છે.

આ ટોળકી બંધ મકાનોને ટાર્ગેટ કરતી હતી અને દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતા હતા. ત્યારે કોણ છે દિલ્હીની આ ગેંગ શુ છે આ ટોળકી મોડ્‌સ ઓપરેન્ડી? Crime branch caught a gang coming from Delhi to steal expensive cars from Gujarat

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં જાેવા મળતા આરોપી સમીર ઉર્ફે કાસીમ શેખ ,સમદ ઉર્ફે અલી શેખ, દાનીશ પીટર અને સમીર ઉર્ફે ઈસુ પઠાણની કાગડાપીઠ થી ધરપકડ કરી છે. દિલ્હીની આ ગેંગે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરીને આતંક મચાવ્યો છે. અમદાવાદમાં પણ સોલા, ઘાટલોડિયા, વાડજ, શાહીબાગ, ખોખરા અને મણિનગર વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી છે.

ક્રાઇમ બ્રાંચે આરોપી પાસેથી એક ટુ વ્હીલર, બે ફોર વ્હીલર કાર, અમેરિકન ડોલર અને ઘરફોડ ચોરી માટેના સાધનો સહિત રૂપિયા ૧૨.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલ ગેંગના આરોપી ઓ મૂળ દિલ્હીના રહેવાસી છે તેઓની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અમદાવાદમાં ૪૦ થી વધુ ગુના નોંધાયા છે. આરોપીની મોડ્‌સ ઓપરેન્ડી વાત કરીએ તો આ ગેંગ પહેલા વાહન ચોરી કરતી હતી અને ચોરીના ફોર વ્હીલરથી દિલ્હીથી અલગ અલગ રાજ્યમાં ચોરી કરવા જતાં હતાં.

જ્યાં ચોરીના વાહનથી જુદા જુદા વિસ્તારમાં રેકી કરતા હતા. અને ત્યારબાદ રાત્રીના સમયે બંધ મકાન ટાર્ગેટ કરીને દિવસ દરમિયાન મકાનમાં પોતાની પાસે રહેલા સાધનો વડે તાળું તોડીને ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતા હતા.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં છેલ્લા ૬ મહિનામાં આરોપીઓ ૧૯ જેટલા ઘરફોડ ચોરીના ગુના આચાર્ય છે..

આ આરોપી ઓ અગાઉ દિલ્હીમાં પાંચ ગુનામાં ઝડપાયા હતા જ્યારે મધ્યપ્રદેશના ગવાલીયા માં ૧૦ ઘરફોડ ચોરીના ગુના માં ઝડપાયા હતા અને હરિયાણામાં ૫ ગુના માં ધરપકડ થઈ ચૂકી છે. મહત્વ નું છે કે આરોપી ઓ જેલવાસ ભોગવી ને પરત આવીને ઘરફોડ ચોરી કરવા નવા રાજ્યમાં ટાર્ગેટ કરતા હતા…આ ટોળકી ચોરીના પૈસા ડ્રગ્સ અને રેવ પાર્ટીમાં ઉડાવતા હતા..

ક્રાઇમ બ્રાન્ચે આંતર રાજ્ય ગેંગમાં ૪ આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ ગેંગમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા ક્રાઇમ બ્રાંચે વ્યક્ત કરી છે..હાલ આરોપીને ઘાટલોડિયા પોલીસને સોંપ્યો છે.. ઘાટલોડિયા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..

Copyright © All rights reserved. | Developed by Aneri Developers