Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Surat:નકલી પોલીસ બની વેપારી સાથે છેતરપિંડીનો પ્રયાસ

સુરતમાં ઓનલાઇન વેપાર કરતા વેપારીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી છટકું ગોઠવી ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યો હતો

સુરત,સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતો ઓનલાઇન વેપાર કરતા વેપારીને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરાયો હતો.વેપારી એક યુવતીને મળવા વેસુ વીઆઈપી રોડ ખાતે ઓમ આર્કેડ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટીસ હોટલમાં ગયો હતો. આ સમયે વેપારીએ આપેલા આધાર કાર્ડના નામ આધારે ડુપ્લીકેટ પોલીસે વેપારીને ફોન કરી કહ્યું યુવતીની ફરિયાદને આધારે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ૩ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. Surat: Attempt to cheat a businessman by pretending to be a fake police

જાેકે બાદમાં ડુપ્લીકેટ પોલીસે વધુ ૪ લાખની માંગણી કરતા વેપારીએ તેના મિત્રને વાત કરી હતી. જેથી બાદમાં પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી છટકું ગોઠવી ડુપ્લીકેટ પોલીસને ઝડપી પાડ્યો હતો.જેમાં ઘટનાની વિગત મુજબ, સુરતના વેડરોડ નીરુફાર્મની પાસે પ્રિયાપાર્ક સોસાયટીમાં રહેતા અને એમેઝોન તથા ફૂલીપકાર્ડ ઓનલાઈન એપ્લીકેશન મારફતે ઘર વપરાશની ચીજવસ્તુઓનો વેપાર કરતા નિલેશ દેવજીભાઈ અણઘણ ગત તા ૨૪મીના રોજ સોશિયલ મીડીયા મારફતે પરિચયમાં આવેલ સંગીતા નામની યુવતીને લઈને વેસુ વીઆઈપીરોડ ઓમ આર્કેટ બિલ્ડિંગમાં આવેલ એટલાન્ટીસ હોટલમાં મળવા માટે ગયો હતો.

નિલેશે હોટલમાં પુરાવા તરીકે પોતાનું આધારકાર્ડ આપ્યું હતુ. નિલેશ યુવતીને પંદર-વીસ મીનીટ મળી હોટલમાંથી નીકળી ગયો હતો.ત્યારબાદ બીજા દિવસે નિલેશ તેની તારગામ આંબાતલાવડી અક્ષરધામ રોડ હાથી મંદિર ચાર રસ્તા ખાતે આવેલ ઓફિસમાં હતો. ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો ફોન કરનારે પોતાની ઓળખ ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી દેવ પટેલ તરીકે આપી ગાળાગાળી કરી તને બપોરનો શોધુ છુ તું ક્યા છે તને એરેસ્ટ કરવાનો છે.

તુ ઉમરા પોલીસ સ્ટેશન આવે છે કે હું તને ત્યાં આવુ કેમ કહેતા નિલેશ ગભરાઈ ગયો. તેને મળવા માટે પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા. ત્યાં દેવ પટેલ તેની પાસે આવી તુ નિલેશ અણઘણ છે. તારુ આધારકાર્ડનો ફોટો મારી પાસે છે જેથી તને ઓળખી ગયો.તું ૨૪ માર્ચના રોજ છોકરીને લઈને એટલાન્ટીસ સ્ટેશન ગયો હતો.જેથી તને એરેસ્ટ કરવાનો છે તારુ આધારકાર્ડ મને ડિ સ્ટાફના પીએસઆઈએ આપ્યું છે અને તારા વિરૂધ્ધમાં છોકરી બળાત્કારની ફરિયાદ કરવા માટે આવી છે.

નકલી પોલીસે ધરપકડ કરવાની વાત કરતા વેપારી નિલેશ ગભરાઇ ગયો હતો અને આજીજી કરતા તેને નજીકમાં આગળ આવેલ ગલીમાં લઈ જઈ મેટર પતાવવી હોય તો ૩ લાખ આપવા પડશે નહી આપે તો જેલમાં જજે તેમ કહી બે ત્રણ તમાચા ચોડી આપ્યા હતા. નિલેશ જેતે સમયે ખિસ્સામાંથી ૧૦ હજાર અને બાકીના એટીએમમાંથી ઉપાડી ૧.૫૦ લાખ આપ્યા હતા અને બીજા દિવસે બાકીના ૧.૫૦ લાખ તેના મિત્ર ચીન જવાનો હોવાથી ૮૪ હજાર ડોલરમાં કન્વર્ટ કરવા માટે આપેલા તે પૈસા તેમજ બાકીના ઘરમાંથી અને એટીએમમાંથી ઉપાડી આપ્યા હતા.

દેવ પટેલે ૨૮મી માર્ચના રોજ ફરી વેપારીને ફોન કરી ૩ લાખ જે પીએસઆઈને આપ્યા હતા.તે પીએસઆઈની બદલી થઈ ગઈ છે અને તારો કેસ નવા પીએસઆઇ પાસે આવ્યો છે. તેણે આ મેટર પતાવવા માટે ૪ લાખ માંગ્યા છે. નિલેશ તેના મિત્રો સર્કલ પાસેથી પૈસા લઈને દેવને આપવા માટે પોલીસ મથકમાં ગયા હતા. ત્યાં તપાસ કરતા દેવ નામનો કોઈ પોલીસ નથી. તેવું જાણવા મળ્યું હતું.

ત્યારે પોલીસે નિલેશની આખી વાત જાણી તેની ફરિયાદ લઈ છટકુ ગોઠવ્યું હતું. તે મુજબ દેવનો પેસા માટે ફોન આવતા નિલેશ પોલીસ સાથે પૈસા લઈને તેને રેલવે અને ત્યાંથી પોદાર આર્કેડથી આગળ કાપોદ્રા તરફ ઓવરબ્રીજ પાસે બોલાવ્યો હતો. ત્યાં પોલીસે નિલેશ પાસેથી પૈસા લેતા દેવ પટેલને રંગે હથ ઝડપી પાડ્યો હતો. પોલીસે નિલેશની ફરિયાદને આધારે નક્કી પોલીસના નામે છેતરપિંડી કરનાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers