Western Times News

Gujarati News

Ahmedabad : IPLના લીધે કેટલાક રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા

અમદાવાદ, The opening ceremony of the Indian Premier League will be held at the Narendra Modi Stadium in Ahmedabad, Gujarat. જેને લઈને અત્યારથી જ સ્ટેડિયમમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. એટલું જ નહીં આ દિવસે પહેલી મેચ ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાવવાની છે. જેને લઈને ગુજરાત ટાઈટન્સ પણ અમદાવાદ પહોંચી ગયા છે. Ahmedabad: Some routes diverted due to IPL

જાેકે આ દરમિયાન ટ્રાફિકથી લઈ કઈ વ્યવસ્થા કરાઈ છે તથા શહેરના કયા રસ્તાઓ બંધ રહેશે એના પર નજર કરવી પણ અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે મેચના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય એના માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ઘણા રૂટ ડાઈવર્ટ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ અમદાવાદમાં પણ રમાશે. આના માટે સ્ટેડિયમથી લઈ ત્યાં સુધી પહોંચવાના કેટલાક રૂટને ડાયવર્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય એના માટે ૩ હજાર જેટલા પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

જ્યારે બીજી બાજુ આ મેચના દિવસે ૧૭ એસીપી, ૯ ડીસીપી, ૩૬ પીઆઈ પણ ફરજ બજાવતા નજરે પડશે. આની સાથે પાર્કિંગ પ્લોટની પણ સુવિધા કરાઈ છે. ત્યારે બીજી બાજુ જાેવા જઈએ તો મેચના દિવસે બપોરથી જ ૨ વાગ્યે જનપથથી વિસત અને ત્યાંથી લઈને તપોવન સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે સાંજે ૭ વાગ્યે મેચ રમાશે.

જેને લઈને વાહનચાલકોને જણાવી દઈએ કે ૩૧ માર્ચે આયોજિત આ મેચ પૂર્વે જનપથથી મોટેરા સુધીનો રસ્તો બંધ રહેશે. વળી વૈકલ્પિક રૂટ તરીકે વિસતથી તપોવન સર્કલ સુધી વાહનચાલકો માટે ખુલ્લો રહેશે.

ઉપરોક્ત માહિતી જણાવ્યા પ્રમાણે મેચના દિવસે આ રૂટ બંધ રહેશે. નોંધનીય છે કે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મેચના લગભગ ૨થી ૩ કલાક પહેલાથી જ આપવાનું શરૂ કરી દેવાશે. આ અંગે વિગતો મળી રહી છે. જેથી કરીને બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૧૨ વાગ્યા સુધી બંધ રહેશે. તો બીજી બાજુ મેટ્રો પણ રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. નોંધનીય છે કે IPLનો  ક્રેઝ એટલો બધો છે કે અમદાવાદીઓ અત્યારેથી જ ટિકિટો બુક કરાવીને બેઠા છે.

જેટલી પણ મેચ અમદાવાદમાં છે એ બધાની ટિકિટ મોટાભાગે વેચાઈ ગઈ છે. ત્યારે જાેવા જઈએ તો સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક પછી જાે કોઈ હોય તો એ પાર્કિંગ નો છે. અત્યારે ૨૦ પાર્કિંગ પ્લોટમાં પ્રાઈવેટ સિક્યોરિટી તૈનાત કરીને ખાસ સુવિધા પુરી પાડવામાં આવી છે. એટલું જ નહીં જાે કોઈએ અહીં પોતાનું વાહન પાર્ક કર્યું હશે તો ત્યાંથી સ્ટેડિયમ સુધી લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. અમદાવાદીઓને પોલીસ દ્વારા હવે મેટ્રો અને બીઆરટીએસનો વધુ ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી છે.

મેચના દિવસે જાે જાહેર વાહનોનો વધુ ઉપયોગ કરી ફેન્સ મેચ જાેવા આવે તો ટ્રાફિક અને અન્ય સમસ્યાઓ પણ ઓછી સર્જાય. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે મેચના દિવસે રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી મેટ્રો રેલની સુવિધા ચાલુ રાખવામાં આવશે.

એટલું જ નહીં આ દરમિયાન દર ૮થી ૧૦ મિનિટે ટ્રેન આવતી રહેશે. બીજી બાજુ જાેઈએ તો બીઆરટીએસની ૨૯ બસો વધારી દેવામાં આવી છે. જેથી જાહેર માર્ગોની વાહનવ્યવસ્થા સર્જાઈ રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.