Western Times News

Gujarati News

સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી NTPC RELના ગુજરાતનાં ખાવડા પાવર પ્લાન્ટ માટે નેક્સ્ટ્રેકર ટેક્નોલોજી પસંદ કરી

ભારતના સૌથી મોટા સંલગ્ન સૌર પાવર પ્લાન્ટ માટે એવોર્ડ વિજેતા સ્માર્ટ સોલાર ટ્રેકર ટેક્નોલોજીની પસંદગી

નવી દિલ્હી, ઈન્ટેલિજન્ટ સોલાર ટ્રેકર અને સોફ્ટવેર સોલ્યુશન્સ પૂરા પાડનારી વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક નેક્સ્ટ્રેકરે આજે વિશ્વના અગ્રણી આરઈ ઈપીસી અને ઓ એન્ડ એમ સોલ્યુશન્સ પ્રદાતાઓમાંના એક સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી.

આ કરાર હેઠળ નેક્સ્ટ્રેકર ગુજરાતમાં ખાવડા આરઈ પાર્કમાં એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડના 1.255GW સોલર પીવી પ્રોજેક્ટને તેના એવોર્ડ વિજેતા સોલર ટ્રેકર્સ પૂરા પાડશે.

સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડ આ 1.568 GWp સોલાર પીવી પ્રોજેક્ટને એનટીપીસી આરઈએલના ખાવડા આરઈ પાર્ક, ગુજરાતમાં અમલમાં મૂકી રહી છે, જેમાં વધારાની ઊર્જા મેળવવા માટે નેક્સ્ટ્રેકરના ઑપ્ટિમાઇઝ બાયફેશિયલ સોલાર ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી ગ્રૂપના ગ્લોબલ સીઈઓ શ્રી અમિત જૈને જણાવ્યું હતું કે, “નેક્સ્ટ્રેકર ભારતમાં અને અમે જે વૈશ્વિક બજારોમાં કામ કરીએ છીએ તેમાં અમારા માટે એક ઉત્તમ ભાગીદાર છે, અને અમે આ પ્રોજેક્ટ માટે તેમની સાથે જોડાઈને ખુશ છીએ.

અમે સાથે મળીને એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ હાથ ધરવાનું અને ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા લક્ષ્યાંકોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.” “સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી ખાતે, અમે હંમેશા અદભૂત, ઉચ્ચ-ગુણવત્તાવાળા, કિફાયતી અને સમયસર સૌર ઊર્જા સોલ્યુશન્સ વિતરિત કરવા અને સર્વોચ્ચ ગ્રાહક સંતોષ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ”, એમ તેમણે ઉમેર્યું હતું.

સુધારેલ ટ્રેકર ડિઝાઇન કાર્યક્ષમતાના કારણે, ભારતમાં બાયફેશિયલ મોડ્યુલ ટેકનોલોજી સાથે સોલાર ટ્રેકર્સને અપનાવવા માટેનું વલણ વધી રહ્યું છે. સોલાર ટ્રેકર ટેક્નોલોજી સપ્લાય કરવા ઉપરાંત, ગુજરાતની ફેક્ટરીઓમાંથી સ્થાનિક રીતે બનાવેલા સ્ટીલમાંથી કમ્પોનેન્ટ્સ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 2024 ના પહેલા છ મહિનામાં કાર્યરત થવાની ધારણા છે.

“અમને ખાવડા આરઈ પાવર પાર્ક, ગુજરાત ખાતે એનટીપીસી આરઈએલના 1,568 MWdc સોલર પીવી પ્રોજેક્ટ માટે અમારા લાંબા સમયથી ગ્રાહક એવા સ્ટર્લિંગ અને વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડ સાથે ભાગીદારી કરવામાં ખૂબ જ ગર્વ છે” એમ નેક્સ્ટ્રેકરના સ્થાપક અને સીઈઓ, ડેન શુગરે જણાવ્યું હતું.

“ખાવડા પ્રોજેક્ટ એ એક અસાધારણ સાહસ છે જેનો એક ભાગ બનવા માટે અમે મેક ઈન ઈન્ડિયાને સમર્થન આપી શકીએ છીએ અને દેશમાં ઉત્પાદિત અમારા 75% સિસ્ટમ કમ્પોનેન્ટ્સ સાથે અને તે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીના 500 GW સુધી પહોંચવાના ભારતના લક્ષ્યને સમર્થન આપે છે.”

ભારતમાં વાર્ષિક પાંચ ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા સાથે, કંપની દેશના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોને વધુ સમર્થન આપવા અને રાષ્ટ્રીય સૌર ઊર્જા મિશન અને વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડ જેવા વૈશ્વિક પહેલ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં યોગદાન આપવા માટે સમગ્ર ભારતમાં પચીસ પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવી રહી છે.

ખાવડા પ્રોજેક્ટ ભારતમાં નેક્સ્ટ્રેકરના ગીગાવોટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરે છે. કંપનીની બીજી સૌથી મોટી ઓફિસ હૈદરાબાદમાં છે અને દરેક પ્રોજેક્ટની લાઈફ સાઈકલને ટેકો આપવા માટે ઉચ્ચ કુશળતા સાથે સમગ્ર ખંડ અને મધ્ય પૂર્વના ગ્રાહકો સાથે 200થી વધુ સમર્પિત કર્મચારીઓ તેમાં સહયોગ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.