Western Times News

Gujarati News

આ રીતે કાશ્મીરથી અમદાવાદ લવાશે મહાઠગ કિરણ પટેલને

કાશ્મીરથી પ્રિઝન વાનમાં બેસાડી કિરણ પટેલને ૩૬ કલાકે અમદાવાદ લવાશે -ટ્રાન્સફર વોરંટથી મહાઠગની ધરપકડ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાશ્મીર પહોંચી

(એજન્સી)અમદાવાદ, રાજયના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવા અને રૂા.૩પ લાખની ઉચાપત કરવાના બદલ મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની સામે ઠગાઈની ફરીયાદ નોધાઈ હતી. જેમાં માલીની અગાઉ ક્રાઈમ બ્રાન્ચ્‌ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા માટે કાશ્મીર પહોચી છે.

મહાઠગને બુધવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાશ્મીરથી પોલીસની પ્રિઝન વાનમાં બેસાડીને ૩૬ કલાકની સફર ખેડીને અમદાવાદ પહોચશે. બીજી તરફ કાશ્મીર પોલીસ પણ મહાઠગની પત્ની માલીની પુછપરછ કરવા માટે પણ અમદાવાદ આવશે.

Kiran Patel BJP નેતાના ભાઈનો ૧૫ કરોડનો બંગલો પચાવી પાડ્યો

 

રાજયમાં અનેક લોકો સાથે ઠગાઈ કરીને જમ્મુ કાશ્મીરમાં હું પીએમઓમાં કલાસવન અધિકારી છું તેમ કહીને ઝેડ પ્લસ સિકયુરીટી સાથે ફરનાર મહાઠગ કિરણ પટેલનું કૌભાંડ સામે આવતા અંતે કાશ્મીર પોપલીસે તેની ધરપકડ કરી હતી. આ કૌભાંડ સામે આવતા કિરણ પટેલે સામે પણ ગુજરાતમાં અનેક લોકો સાથે ઠગાઈ આચરી હોવાનંું બહાર આવ્યું હતું.

મહાઠગ કિરણ પટેલના કારનામા ધીમે ધીમે બહાર આવી રહ્યા છે

રાજયના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો બંગ્લો રીનોવેશન કરવાનું કહીને મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલીનીએ ૩પ લાખ પડાવ્યા બાદ તે બંગ્લો પચાવી પાડીને ત્યાં વસ્તુ કર્યયું હતું. આથી કિરણ પટેલે સામે જગદીશ ચાવડાએ ક્રાઈમ બ્રાંરચમાં લેખીત અરજી આપી હતી. જાેકે, ત્યારે કિરણે કોર્ટમાં અરજી કરીને વાંધો ઉભો કર્યો હતો.

કોર્ટે પોલીસને આદેશ કર્યો હતો. કે,કિરણ પટેલે જાણ કરવામાં આવે અને ત્યાંથી સાત દિવસ સુધી તેની ધરપકડ કરવી નહી. આ રીતેક્રાઈમ બ્રાન્ચે ૧પ દિવસ પહેલા કિરણ અને માલીની પટેલ સામે છેતરપિડીની ફરીયાદ નોધાવી હતી.

જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાશ્મીર જેલમાં જઈને ફરીયાદ થયાની જાણ કરી હતી. આથી ક્રાઈમ બ્રાન્ચના એક પીઆઈ, પીએસઆઈ અઅને ૮ કોન્સ્ટેબલોની ટીમી બનાવીને કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી લેવા માટે કાશ્મીર પહોંચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.