Western Times News

Gujarati News

હૃતિકે સબાના સેન્ડલ પકડ્યા હોય તેવી તસવીર વાયરલ

મુંબઈ, હૃતિક રોશન અને ગર્લફ્રેન્ડ સબા આઝાદ હાલમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્‌ગાટનમાં સામેલ થયા હતા. આ ઈવેન્ટમાંથી સબા અને હૃતિકની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. એક ફોટોમાં સબા આઝાદ ડિઝાઈનર સાથે ફોટો ક્લિક કરાવી રહી છે. બેકગ્રાઉન્ડમાં હૃતિક રોશન તેના સેન્ડલ પકડીને ઊભેલો જાેવા મળે છે.

આ તસવીર સામે આવ્યા બાદ ફેન્સ હૃતિકના વખાણ કરતાં થાકતા નથી. તેઓ તેને સાચો જેન્ટલમેન ગણાવી રહ્યા છે. ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર NMACC ઈવેન્ટમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. એક ફોટોમાં તેઓ સબા આઝાદ સાથે પોઝ આપી રહ્યા છે. સબા રેડ કલરના ફ્યૂઝન ગાઉનમાં ખુલ્લા પગે જાેવા મળી રહી છે.

લોકોની નજર બેકગ્રાઉન્ડમાં ઊભેલા હૃતિક રોશન પર પડે છે અને તેના હાથમાં સબાના હીલવાળા સેન્ડલ દેખાય છે. એક ફેને લખ્યું, “સબાનો આઉટફિટ અને જે રીતે હૃતિક તેના સેન્ડલ પકડીને ઊભો છે તે બંને બહુ ગમ્યું.”

‘હૃતિકે સબાના સેન્ડલ પકડ્યા છે, ખરેખર જેન્ટલમેન છે’, તેમ અન્ય એક યૂઝરે લખ્યું. બીજા યૂઝરે લખ્યું, “કોઈનું ધ્યાન પડ્યું? હૃતિકે સબાના સેન્ડલ પકડ્યા છે.” આ રીતે કેટલાય યૂઝર્સે હૃતિકના વખાણ કર્યા છે. આ ઈવેન્ટની કેટલીક તસવીરો સબા અને હૃતિકે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.

હૃતિકે ફોટોઝ શેર કરતાં કેપ્શનમાં લખ્યું, “વિથ લેડી ઈન રેડ.” વળી, સબાએ તસવીરો શેર કરતાં લખ્યું, “ઇર્ અને જીટ્ઠનું નાઈટઆઉટ. જણાવી દઈએ કે, હૃતિક રોશન અને સબા આઝાદ લગભગ એક વર્ષથી રિલેશનશીપમાં છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ પહેલીવાર જાહેરમાં ડિનર ડેટ પર જાેવા મળ્યા હતા. હૃતિક રોશન અને સબા આઝાદની ઉંમરમાં ૧૬ વર્ષનો તફાવત છે. હૃતિક અને સુઝૈન ખાનના છૂટાછેડા થયા તેના ઘણાં વર્ષો પછી એક્ટર પ્રેમમાં પડ્યો છે.

સુઝૈન ખાન પણ હાલ એક્ટર અર્સલાન ગોની સાથે રિલેશનશીપમાં છે. સુઝૈન અને હૃતિક વચ્ચે તો સારી મિત્રતા છે પરંતુ હવે તેઓ તેમના હાલના પાર્ટનર્સ સાથે પણ સુમેળભર્યા સંબંધો ધરાવે છે. સબા-હૃતિક અને સુઝૈન-અર્સલના કેટલીક વાર સાથે પાર્ટી કરતાં જાેવા મળ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.