Western Times News

Gujarati News

કુંડોલ(પાલ) જમીનના ઝગડામાં ખેડૂતના પુત્રને ૬ લોકોએ માર મારી કુવામાં નાખી હત્યા

ભિલોડા: જર,જમીન અને જોરૂના ઝગડામાં અનેક રક્ત રંજીત ઘટનાઓ બની છે અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિથરેહાલ બની હોય તેમ કાયદાનો જાણે ડર જ ગાયબ હોય તેમ ભિલોડા પંથકમાં હત્યાની ઘટનાઓ સંમયાંતરે બની રહી છે ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે એકજ શેઢા પર જમીન હત્યા નું કારણ બની હતી ૪ શખ્સોએ બે મહિલાઓ સાથે મળી સેઢા પાડોશી યુવકને ઢોર માર મારી બે શખ્સોએ ઝનૂની બની યુવકને કુવામાં નાખી દઈ હત્યા કરી દેતા હત્યાના બનાવથી ભારે ચકચાર મચી હતી હત્યાના પગલે ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

 કુંડોલ(પાલ) ગામે ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતા પરિવાર માટે સોમવારની રાત વજ્રઘાત રૂપી સાબિત થઈ હતી જમીનના સેઢા બાબતે ખેડૂતના એકના એક પુત્રની હત્યા થઈ જતા ઘરનો કુળદીપક ઓલવાઈ જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું.


કુંડોલ(પાલ) ગામમાં રહેતા રમેશભાઈ ધનજીભાઈ તરાર અને તેમનો ૨૨ વર્ષીય પુત્ર નવીન ખેતી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા તેમની જમીનની બાજુમાં મુકેશ ધીરુભાઈ ડામોરની જમીન આવેલી છેબંનેની જમીન વચ્ચે આવેલ શેઢાના લીધે બંને પરિવારો માટે વિવાદ ચાલતો હતો

સોમવારે રાત્રે મુકેશ ધીરુભાઈ ડામોર અને તેનો પુત્ર  પ્રિન્સ ડામોર લાકડીઓ સાથે ધસી આવી સેઢા પર  તારે આવવું નહિ કહી બેફામ ગાળો બોલવાની સાથે લાકડીઓ વડે તૂટી પડ્યા હતાઆ ઘટના દરમિયાન પ્રિંકલ કિરીટ ડામોર ,ટિંકલ કિરીટભાઈ ડામોર,સંગીતાબેન મુકેશભાઈ ડામોર અને આશાબેન કિરીટભાઈ ડામોર પણ લાકડીઓ અને ધારિયા જેવા મારક હથિયાર સાથે દોડી આવી મારવા લગતા પુત્રને બચાવવા રમેશભાઈ વચ્ચે પડતા નવીન જીવ બચાવી ભાગતા માથા પર જાણે ઝનૂન સવાર હોય તેમ નવીનની પાછળ દોડી નજીકમાં આવેલા પાણી ભરેલા કુવામાં નવીનને નાખી દઈ હત્યા કરી પરત ફરી રમેશભાઈને પણ જમીન ખાલી કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ જતા પુત્રની હત્યાના  પગલે બેબાકળા બનેલા પિતાએ ગામના સરપંચ અને ગ્રામજનોને જાણ કરી હોવા છતાં કોઈ મદદમાં ન આવતા રાત્રિનો સમય ભયમાં પસાર કરી મંગળવારે ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી હતી

ભિલોડા પોલીસે મૃતક યુવકના પિતા રમેશભાઈ ધનજીભાઈ તરારની ફરિયાદના આધારે (૧ ) મુકેશભાઇ ધીરૂભાઇ ડામોર ( ૨ ) પ્રિન્સ મુકેશભાઇ ડામોર ( ૩ ) પ્રિન્કલ કિરીટભાઇ ડામોર ( ૪ ) ટીંકલ કિરીટભાઇ ડામોર ( ૫ ) સંગીતાબેન મુકેશભાઇ ડામોર ( ૬ ) આશાબેન કિરીટભાઇ ડામોર રહે . તમામ કુંડોલપાલ સુંદરપુર તા . ભિલોડા વિરુદ્ધ ઇપીકો કલમ-૩૨૩,૩૦૨,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ફરાર હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.