Western Times News

Gujarati News

પત્નીએ ના રોક્યા હોત તો પ્લેન ક્રેશનો ભોગ બન્યા હોત જિતેન્દ્ર

મુંબઈ, જમ્પિંગ જેક ઓફ બોલિવુડ એટલે કે જિતેન્દ્રનું અસલી નામ રવિ કપૂર છે. આજે (૭ એપ્રિલ) જિતેન્દ્રનો ૮૧મો જન્મદિવસ છે. ૬૦થી૯૦ના દશકાઓ દરમિયાન જિતેદ્રએ બોલિવુડ પર રાજ કર્યું હતું. અઢળક રૂપિયા અને પ્રતિષ્ઠા તેઓ કમાયા.

ફેન્સ આજે પણ જિતેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. પરંતુ શું તમે જાણો છે કે, એવી રાત પણ આવી હતી જ્યારે જિતેન્દ્રની ઘાત ટળી હતી. જાે એ દિવસે જિતેન્દ્રનાં પત્ની શોભા કપૂરે તેમને ના રોક્યા હોત તો કદાચ જિતેન્દ્ર આજે આપણી વચ્ચે ના હોત.

જિતેન્દ્ર ૨૦૨૧માં ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યા હતા અને અહીં જ તેમણે આ કિસ્સાનો ખુલાસો કર્યો હતો. આ ઘટના ૪૭ વર્ષ પહેલાની એટલે કે ૧૯૭૬ની છે. એ વખતે જિતેન્દ્ર ફ્લાઈટથી મદ્રાસ (ચેન્નાઈ) જવાના હતા. એ દિવસે કડવા ચોથ પણ હતી. તેમની ફ્લાઈટ ડીલે થતાં તેઓ ઘરે પાછા આવ્યા હતા જેથી શોભા તેમનો ચહેરો જાેઈને વ્રત ખોલી શકે. આ પછી શોભાએ તેમને એરપોર્ટ પાછા જતાં રોક્યા હતા.

એટલે જિતેન્દ્રએ પોતાના મેકઅપ મેનને બોલાવ્યો અને કહ્યું કે, તે ઘરે પાછો આવી જાય કારણકે તેઓ બીજા દિવસે મદ્રાસ જશે. એ જ રાતે લગભગ ૧૦-૧૧ વાગ્યાની આસપાસ જિતેન્દ્રએ પાલી હિલમાં આવેલા પોતાના હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી જાેયું તો એરપોર્ટની દિશામાં આગનો એક ગોળો દેખાઈ રહ્યો હતો.

થોડા કલાકો પછી તેમનો ફોન સતત રણકી રહ્યો હતો. ત્યારે તેમને જાણ થઈ કે, જે ફ્લાઈટમાં તેમને જવાનું હતું તે ક્રેશ થઈ ગઈ છે. શોભાને કંઈક વિચિત્ર લાગતાં જ તેમણે જિતેન્દ્રને ના જવાની વિનંતી કરી હતી અને આ બાબત તેમના માટે વરદાન સાબિત થઈ.

ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ૧૭૧ હતી, જેની સાથે આ દુર્ઘટના થઈ હતી. આ ઘટનામાં આશરે ૯૬ લોકોના મોત થયા હતા. જિતેન્દ્ર અને શોભાની પહેલી મુલાકાત થઈ ત્યારે શોભા ૧૪ વર્ષના હતા.

શોભાએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો પછી તેઓ બ્રિટિશ એરવેઝમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતા હતા. ૧૯૬૦-૬૬ દરમિયાન જિતેન્દ્ર એક્ટર બનવા માટે સ્ટ્રગલ કરી રહ્યા ત્યારે તેઓ શોભા સાથે રિલેશનશીપમાં હતા. બંનેએ ૧૯૭૪માં લગ્ન કરવાનો ર્નિણય કર્યો હતો.

તેમણે જાનકી કુટીરમાં અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘નવરંગ’થી જિતેન્દ્રએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેઓ ‘ફર્ઝ’માં જાેવા મળ્યા હતા, જે તેલુગુ ફિલ્મ Gudachari ૧૧૬ની હિન્દી રિમેક હતી.

આ ફિલ્મથી જિતેન્દ્રને ઓળખ મળી હતી. તેમણે સાઉથની ૮૦ ફિલ્મોની હિન્દી રિમેકમાં કામં કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, કેટલાય કલાકારોએ ફર્ઝની ઓફર નકારી હતી પરંતુ મેં સ્વીકારી લીધી અને પછી તો ઈતિહાસ સાક્ષી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.