Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અદાણી વિલ્મરને સતત છઠ્ઠા વર્ષે ગ્રેટ પ્લેસ ટુ વર્કનું પ્રમાણપત્ર એનાયાત

કર્મચારીઓનું એંગેજમેન્ટ અને પર્ફોમન્સ સુનિશ્ચિત કરતી અસરકારક HR નીતિઓ બદલ કંપનીને મળ્યું સન્માન -મજબૂત ટેલેન્ટ રિટેન્શન સ્ટ્રેટેજીને કારણે કંપનીમાં લાંબા સમયથી કામ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘણી

અમદાવાદ,  7 એપ્રિલ, 2023: ભારતની સૌથી મોટી પેકેજ્ડ ફુડ FMCG કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડ (AWL) ને સતત છઠ્ઠા વર્ષે ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ (GPTW)નું પ્રમાણપત્ર એનાયત થયું છે. કંપનીને તેની અસરકારક HR પહેલો અને નોંધપાત્ર નીતિઓને કારણે તંદુરસ્ત અને સમાવેશી કાર્યસંસ્કૃતિનું નિર્માણ કરવા બદલ નવાજવામાં આવી છે. સતત છ વર્ષથી કંપનીના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે કર્મચારીઓમાં પ્રતિભાવો સકારાત્મક થયા છે. Adani Wilmar Limited receives Great Place To Work Certification

ગ્લોબલ મેનેજમેન્ટ રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ ગ્રેટ પ્લેસ ટુ વર્ક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેના આધારે આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

GPTW રિસર્ચ અને એનાલિસિસ દ્વારા કંપનીઓને વેપાર વૃધ્ધિ અને તેના થકી નોકરી માટેનું ઉત્તમ સ્થળ બનાવવામાં મદદ કરે છે. આ માટેની મૂલ્યાંકન પ્રક્રિયામાં સઘન દસ્તાવેજીકરણ કરવામાં આવે છે, જેમાં કંપની દ્વારા પાલન કરવામાં આવતી પ્રક્રિયા અને નીતિઓ તથા સર્વે દરમિયાન કર્મચારીઓનાં વાસ્તવિક પ્રતિભાવને ધ્યાને લેવામાં આવે છે.

આ સર્વેમાં અદાણી વિલ્મરે અપનાવેલી વિવિધ HR નીતિઓને કારણે મોખરે રહ્યું છે. જેમાં કર્મચારીઓનો લાંબો સમય નોકરીમાં રહેવાનો દર, સતત નવુ શીખવાની વૃત્તિ, તેમની સુખાકારી અને પ્રોડક્ટીવ વર્કપ્લેસ બનાવવા માટે જરૂરી વિવિધ પહેલ હાથ ધરવામાં આવે છે.

‘પપ્પા મમ્મી કી ઓફિસ ઓફિસ’ અને ‘ફેમિલી ફિયેસ્ટા’ જેવા ઉપક્રમોએ કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોને પરસ્પર જોડાઇ રહેવા પ્રોત્સાહિત કર્યા છે. વળી વિવિધ તહેવારોની ઉજવણીને કારણે સંસ્કૃતિ વૈવિધ્ય અને પરંપરાઓ સ્વીકારવામાં આવી છે.

કંપનીએ તેનાં કર્મચારીઓની શારિરીક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા અવનવા વેલનેસ સેશન્સ, કોર્પોરેટ ફિટનેસ ચેલેન્જીસ અને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ્સ વગેરેનું આયોજન કર્યું છે. કર્મચારીઓની કાર્યકુશળતા વધારવા વર્ષ દરમિયાન સતત અનેક તાલીમ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

કંપનીએ અપનાવેલી આવી ઉત્કૃષ્ટ પહેલોના કારણે 850થી વધુ કર્મચારીઓ એક દાયકા કરતાં વધુ સમયથી ફરજ બજાવી  રહ્યાં છે. અદાણી વિલ્મર લિમિટેડના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર સિધ્ધાર્થ ઘોષ જણાવે છે કે, “AWLમાં અમે ‘ઓપન-ડોર’ કલ્ચર જાળવી રાખ્યું છે.

કર્મચારીઓને કારણે જ કંપની પ્રગતિની હરણફાળ ભરી શકી છે. ગ્રેટ પ્લેસ ટુ વર્ક સર્વેમાં ભાગ લેવાનો હેતુ કર્મચારીઓના પ્રતિભાવો જાણવાનો હતો. સતત છઠ્ઠી વાર ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’નું પ્રમાણપત્ર મળવાથી એ પુનઃ પ્રતિપાદિત થયું છે કે અમે કર્મચારીઓને શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડીએ છીએ, તેમની વૃધ્ધિ સુનિશ્ચિત કરીએ છીએ અને તેમની ક્ષમતાઓ પ્રમાણે હાંસલ કરવા સશક્ત કરીએ છીએ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers