Western Times News

Gujarati News

થેપ્પાકડૂના એલિફન્ટ કેમ્પમાં PM મોદીએ હાથીને શેરડી ખવડાવી

પ્રોજેક્ટ ટાઈગરને ૫૦ વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાને IBCએ લોન્ચ કર્યું-PM મોદીએ કર્ણાટકમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી

બેંગાલુરુ, પીએમ મોદીએ રવિવારે કર્ણાટકમાં બાંદીપુર અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાત કરી હતી. અહીં પ્રોજેક્ટ ટાઈગરના ૫૦ વર્ષ પૂરા થવાની તકે તેઓએ બાંદીપુર ટાઈગર રિઝર્વ જંગલમાં સફારીનો આનંદ પણ ઉઠાવ્યો હતો. તેઓ રવિવારે સવારે બાંદીપર ટાઈગર રિઝર્વ પહોંચ્યા હતા. PM Narendra Modi glimpses from the Bandipur Tiger Reserve in Karnataka.

અને પછી થેપ્પાકડૂના એલિફન્ટ કેમ્પ પણ પહોંચ્યા હતા. પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થતા તેઓએ ઈનેટરનેશનલ બીગ કેટ અલાઉન્ટ એટલે કે BCA પણ લોન્ચ કર્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, એલિફ્ન્ટ વ્હિસ્પર્સ ચર અને ક્રિએચર વચ્ચેના અદ્ભૂત સંબંધોની આપણી વિરાસતને દર્શાવે છે.

 

પીએમ મોદીએ એવું કહ્યું કે, જે એલિફન્ટ વ્હિસ્પર્સ ડોક્યુમેન્ટ્રીને ઓસ્કાર એવોર્ડ (Oscar winner documentary The Elephant Whisperers ) મળ્યો એ પણ નેચર અને ક્રિએચર વચ્ચેના અદભૂત સંબંધોની આપણી વિરાસતને દર્શાવે છે. મારો આગ્રહ છે કે, તમે (વિદેશી ગણમાન્ય લોકો) અમારા આદિવાસી સમાજના જીવન અને પંરાપરાને પોતાના દેશ તથા સમાજ માટે કંઈક ને કંઈક નવું લઈને જાઓ.

પીએમ મોદીએ પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂર્ણ થતા કહ્યું કે, બીગ કેટ્‌સના કારણે ટાઈગર રિઝર્વમાં પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે અને આના કારણે સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે. બીગ કેટ્‌સની હાજરીએ દરેક જગ્યાએ સ્થાનિક લોકોનાં જીવન અને ત્યાંની ઈકોલોજી પર સકારાત્મક અસર પાડી છે.

આ આપણાં લોકો માટે વધુ સુખદ છે કે જે સમયે આપણે આપણી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે એ જ સમયે દુનિયામાં વાઘોની લગભગ ૭૫ ટકા વસતી ભારતમાં જ છે. પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, આપણે સૌ એક મહત્વપૂર્ણ પડાવના સાક્ષી બની રહ્યા છીએ, પ્રોજેક્ટ ટાઈગરને ૫૦ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ભારતે ન માત્ર વાઘને બચાવ્યા છે પણ સાથો સાથ એમને વિકસિત થવા માટે ખૂબ જ સુંદર ઈકો સિસ્મટ આપી છે.

પીએમ મોદીએ કહ્યું કે, સૌથી પહેલાં હું તમારી ક્ષમા માગુ છું. હું સવારે છ વાગે ચાલ્યો ગયો હતો અને મને લાગ્યું હતું કે હું સમયસર પરત આવી જઈશ, પણ મને એક કલાક મોડુ થઈ ગયું. તમારે સૌએ મારી રાહ જાેવી પડી એના માટે માફી માગુ છું. આ દરમિયાન પીએમ મોદીએ વાઘોની સંખ્યાનો લેટેસ્ટ આંકડો પણ જાહેર કર્યો હતો.

વર્ષ ૨૦૨૨માં દેશમાં વાઘોની સંખ્યા ૩૧૬૭ હતી. છેલ્લાં ચાર વર્ષમાં વાઘની સંખ્યા ૨૦૦ વધી છે. આ પહેલાં ૨૦૧૮માં આ આંકડો ૨૯૬૭ હતી. પીએમ મોદીએ પ્રોજેક્ટ ટાઈગના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક સ્મારક સિક્કો પણ જાહેર કર્યો અને ઈન્ટરનેશનલ બિગ કેટ્‌સ અલાયન્સની પણ શરુઆત કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.